/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-13.jpg)
હવે વાત ધોળે દિવસે થતી લૂંટની. જી, હા તાજેતરમા રાજકોટની આંગડીયા પેઢીના કર્મી પાસે રહેલ 17 લાખ બે શખ્સો લૂંટીને ફરાર થઈ ગયા છે. બોતેર કલાકથી પણ વધુ સમય થઈ ગયો હોવા છતા આરોપી પોલીસને હાથ નથી લાગ્યા. તો બિજી તરફ દિવસે અને દિવસે રાજકોટમા આંગડીયા પેઢી સાથે સંકળાયેલ કર્મચારીઓ અને ગ્રાહકો બંને સાથે લૂંટ અને ચોરીના બનાવોમા ધરખમ વધારો થતો જોવા મળી રહ્યો છે.
બિજી તરફ પોલીસે પણ આરોપીઓને પકડી પાડવા કમર કસી હોઈ તેવુ લાગી રહ્યું છે. ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાંચે અમદાવાદની નામચીન છારા ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે. તો સાથે જ તેમની પાસે રહેલ ૨.૩૫લાખ રોકડ સહિત કુલ ૧૦.૬૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. એસીપીના જણાવ્યા પ્રમાણે પકડાયેલ આરોપી મનીષ, ઈન્દર અને લીંબાભાઈ સૌ પ્રથમ તો બાઈકની નંબર પ્લેટ બદલાવી શહેરના આંગડીયા પેઢીની આજુ બાજુ રેકી કરતા હતા. જે બાદ ગ્રાહક અથવા તો કર્મી પૈસા લઈ નિકળે તેનો પીછો કરતા હતા. જે બાદ પોતાની ઓળખ છુપાવી કાર અથવા તો બાઈકની ડેકી તોડી તેમા રાખેલ પૈસાની ઉઠાંતરીત કરતા હતા.