રાજકોટ : ફુલછાબ ચોકમાં આતંક મચાવનારા આરોપીનું પોલીસે સરઘસ કાઢયું

New Update
રાજકોટ :  ફુલછાબ ચોકમાં આતંક મચાવનારા આરોપીનું પોલીસે સરઘસ કાઢયું

રાજકોટમાં વધતી જતી ગુનાખોરીને અંકુશમાં લેવા પોલીસ કમર કસી રહી છે. ફૂલછાબ ચોકમાં આતંક ફેલાવનાર આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા કરી લોકોના મનમાંથી ગુનેગારોનો ભય દુર કરવાનો પ્રયાસ કરાયો હતો.

રાજકોટના ફૂલછાબ ચોકમાં આવેલ ચાની દુકાન પર અસામાજીક તત્વોએ આંતક મચાવ્યો હતો. ૬ થી ૭ લોકો બાઈક પર આવી અને ચાની હોટેલ પર પથ્થર ફેંકી ભયનો માહોલ ઉભો કર્યો હતો.જોકે સમગ્ર મામલે પોલીસે ગણતીની કલાકોમાં જ આરોપીને ઝડપી પડ્યા હતાં. પોલીસ સીસીટીવીની મદદથી આરોપી સુધી પહોંચી હતી. લોકોમાંથી ગુનેગારોનો ભય દુર કરવા માટે પોલીસે ઝડપાયેલા આરોપી સદામની જાહેરમાં સરભરા કરી હતી. આરોપી સદામને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોની માફી પણ મંગાવી હતી.

Latest Stories