રાજકોટ : ચણીયા ચોલીને હવે અવનવા પેઇન્ટીંગ બનાવશે આર્કષક

New Update
રાજકોટ : ચણીયા ચોલીને હવે અવનવા પેઇન્ટીંગ બનાવશે આર્કષક

હવે વાત નવલા નોરતાની... નવરાત્રી શરૂ થવાના આડે બસ ગણતરીના દિવસો જ બાકી બચ્યા છે. ત્યારે બજારમાં ચણીયાચોલીનું વેચાણ શરૂ થઇ ચુકયું છે. રાજકોટમાં આ વર્ષે ચણીયાચોલી પર અવનવી ડીઝાઇનના પેઇન્ટીંગનો ક્રેઝ જોવા મળી રહયો છે.

અત્યાર સુધી આપે દાંડીયા રાસ માટે ઉપયોગમા લેવામા આવતી ચણીયા ચોલીમાં ડાયમંડ, મીરર અને ટીકા વર્ક જોયુ હશે. પરંતુ જો આપને કોઈ એમ કહે કે ચણીયા ચોલીમાં રીયલ પેઈન્ટીંગનો ક્રેઝ આ વર્ષે ધુમ મચાવી રહ્યો છે. તો આ વાત જાણીને આપને આશ્ચર્ય થશે. આ દ્રશ્યો છે રાજકોટના કે જ્યા મહિલાઓ ચણીયા ચોલી માટેના કાપડ પર જુદી જુદી પેઈન્ટીંગ કરી રહી છે. ગજરાજ પેઈન્ટીંગ, મયુર રાજ પેઈન્ટીંગ, ગરબા પેઈન્ટીંગ, ગરબા પેઈન્ટીંગ, દાંડીયા રાસ પેઈન્ટીંગ, કલશ પેઈન્ટીંગ અને સ્વસ્તીક પેઈન્ટીંગ જેવી 50 જાતના રીયલ પેઈન્ટીંગ ચણીયાચોલી પર કરાઇ રહયાં છે.

સામાન્યત: ડાયમંડ, ટીકા અને મીરર વર્ક પર આધારીત ચણીયા ચોલી બનાવવા પાછળ 7 દિવસનો સમય લાગતો હોઈ છે. જેને બનાવવા પાછળનો ખર્ચ રૂ.1000 થી 8000 સુધીનો તો સાથે જ તેનુ ભાડુ રૂ 200 થી લઈ 500 સુધીનું થતુ હોઈ છે. જ્યારે કે રીયલ પેઈન્ટીંગ આધારીત ચણીયા ચોલી બનાવવા પાછળ 8 દિવસનો સમય લાગે છે. જેમા બુટા વર્ક, કચ્છી વર્ક, મીરર વર્ક અને મોતી વર્ક કરવામા આવે છે. તો સાથે જ આ પ્રકારના ચણીયા ચોલીનુ ભા઼ડુ એક દિવસનુ રૂ.700 થી રૂ.1000 રૂપિયાની આસપાસ રહે છે. ત્યારે આ વર્ષે યુવાધન પણ આ રીયલ પેઈન્ટીંગ વાળા ચણીયા ચોલીથી પ્રભાવિત થઈ રહ્યા છે. યુવાવર્ગ પણ અવનવી પેઇન્ટીંગ વાળી ચણીયાચોલીથી આર્કષણનું કેન્દ્ર બનવા માટે સજજ બન્યો છે.

Latest Stories