/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-51.jpg)
નવરાત્રીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે રાજકોટમાં છેલ્લા 49 વર્ષથી કાનુડા અને ગોપીની યાદમાં અનોખો અઠંગો રાસ રમવામાં આવે છે. અઠંગા રાસ વિશે નિહાળો અમારો વિશેષ અહેવાલ..
ચાલુ વર્ષે મંદી ના કારણે ઘણી પ્રાચીન ગરબીઓ બંધ થવા પામી છે. ત્યારે રાજકોટમાં હજુ પણ કેટલીક પ્રાચીન ગરબીઓ સાંસ્કૃતિક વારસો જાળવી રાખવા માટે કટીબધ્ધ છે.
રાજકોટના જંકશન વિસ્તારમાં યોજાતો ન્યુ ગરબી મંડળનો અઠંગો રાસ રાજકોટ ભરમાં જાણીતો છે. ન્યુ ગરબી મંડળને તાજેતરમાં જ 49 વર્ષ પૂર્ણ થયા છે.
આ ગરબીમાં યોજાતા અઠંગો રાસની વાત કરવામાં આવે તો, આ રાસ ને કોઈક અઠંગો રાસ તો કોઈક ગૂંથણી રાસ કહે છે. આ રાસ ને કાન અને ગોપીની યાદ માં યોજવામાં આવે છે. આ રાસમાં 4 યુવક અને 4 યુવતીઓ હોય છે. ધીરે ધીરે રાસ લેતા લેતા યુવક અને યુવતીઓ ગૂંથણી કરતા હોય છે. જે બાદ ગૂંથણી વાળી જગ્યાએ પ્રસાદ ભરેલ મટકી મુકવામાં આવે છે. એક યુવક ભગવાન કૃષ્ણ બની તે મટકીમાંથી પ્રસાદ ગરબી જોવા આવનારા ઓ માં વહેંચે છે.... આમ આજે પણ અઠંગો રાસ થકી કાન અને ગોપીના રાસની યાદ તાજી કરવામાં આવે છે.