રાજકોટ લોકસભા સીટ પર મોહન કુંડારીયા રિપીટ થતા શહેર ભાજપ કાર્યલય ખાતે કરાઈ ઉજવણી

New Update
રાજકોટ લોકસભા સીટ પર મોહન કુંડારીયા રિપીટ થતા શહેર ભાજપ કાર્યલય ખાતે કરાઈ ઉજવણી

શનિવારની રાત્રે ભાજપે ગુજરાતની 14 લોકસભા સીટ પરના ઉમેદવારો જાહેર કર્યા છે. ત્યારે ભાજપે ગુજરાતમા રિપીટ થિયરી લાગુ કરી છે. રાજકોટ લકોસભા સીટ પરથી મોહન કુંડારીયાને બિજી વાર પાર્ટીએ મેદાને ઉતાર્યા છે.

ત્યારે આજે સવારે મોહન કુંડારીયાનુ શહેર ભાજપ કાર્યાલયે ખાતે હાર પહેરાવી સ્વાગત કરવામા આવ્યુ હતુ. તો સાથે જ આતશબાજી અને ગરબે રમી ઉજવણી કરવામા આવી હતી. આ તકે મોહન કુંડારીયાએ કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા 3 લાખથી વધુ મતે વિજયી બનશે તેવો મત વ્યક્ત કર્યો હતો. તો કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર સમક્ષ તે લડવા સક્ષમ હોવાની વાત પણ જણાવી હતી.

Latest Stories