/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-228.jpg)
રાજકોટમાં ફરી એક વાર ટ્રાફિક વોર્ડનની દાદાગીરી સામે આવી છે. લીમડા ચોકમાં ટ્રાફિકના સિનિયર અધિકારીની હાજરીમાં વોર્ડનની દાદાગીરી સામે આવી છે. કોઈ કારણોસર સામાન્ય નાગરિક સાથે મારામારી કરતા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે ડીસીપી મનોહર સિંહ જાડેજા દ્વારા ઇન્ચાર્જ એસીપીને તપાસ સોંપવામાં આવી છે.
ઇન્ચાર્જ ટ્રાફિક એસીપીના જણાવ્યા અનુસાર વિડીયોમા ટ્રાફિક વોર્ડન દેખાય રહ્યો છે તેનુ નામ રાઠોડ શક્તિસિંહ છે. જ્યારે કે જે ટ્રાફિક કોન્સટેબલ દેખાઈ રહ્યો છે તેનુ નામ ધર્મેન્દ્રસિંહ છે. બંનેના નિવેદન લેવામા આવશે કે શા માટે આ પ્રકારની ઘટના બની. તો સાથે જ તમામ ટ્રાફિક પોલીસના અધિકારી અને જવાનોને સુચના આપવામા આવી છે કે જાહેર જનતા સાથે આ પ્રકારના કોઈ પણ વર્તણુંક ચલાવી લેવામા નહી આવે. તો સાથે જ ભોગ બનનારની શોધખોળ શરુ કરવામા આવી છે. તેનુ પણ નિવેદન નોંધવામા આવશે. તેમજ તપાસ દરમિયાન જે પણ કસૂરવાર હશે તેને દંડીત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલાનો વિડીયો કથિત કોંગી કાર્યકર્તાએ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે.