/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-81.jpg)
એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોમાં ફેરફાર કરી દંડની રકમમાં વધારો કરવા વિચારણા ચાલી રહી છે, તો બીજી તરફ રાજકોટ શહેર પોલીસે વાહનચાલકોમાં ટ્રાફિકના નિયમો પ્રતિ જાગૃતિ લાવવા માટે ગણપતિનો વેશ ધારણ કર્યો હતો.
રાજકોટ શહેર પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવા અંગે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હેલ્મેટ પહેરી વાહન ચલાવતા વાહન ચાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનોએ ગણપતિ બાપાનો વેશ ધારણ કરી જિલ્લા પંચાયત ચોક ખાતે હેલ્મેટ પહેરી નીકળતા વાહન ચાલકોને પ્રસાદરૂપી લાડુ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતાં. વાહનચાલકોમાં ટ્રાફિક અંગે જાગૃતતા આવે તે માટે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર આ પ્રકારે કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે, સાથે જ લોકો પણ માની રહ્યા છે કે હેલ્મેટ પહેરવું એ સલામતીનો એક ભાગ છે. દંડની કિંમત ઓછી વસુલવામાં આવે તેવો પણ સુર ક્યાંક જોવા મળ્યો હતો.