રાજકોટ : સ્પામાં તોડ કરવા ગયેલા 6 પત્રકારોની પોલીસે કરી ધરપકડ, જાણો કેવી રીતે સ્પાના સંચાલકને ડરાવ્યો હતો..!

New Update
રાજકોટ : સ્પામાં તોડ કરવા ગયેલા 6 પત્રકારોની પોલીસે કરી ધરપકડ, જાણો કેવી રીતે સ્પાના સંચાલકને ડરાવ્યો હતો..!

રાજકોટ શહેરમાં પત્રકાર બની સ્પાના સંચાલક પાસે રૂપિયા દોઢ લાખનો તોડ કરવા નીકળેલા 6 શખ્સોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. આ પત્રકારોએ સ્પા કરાવ્યા બાદ પોતાની સોનાની ચેઇન ચોરી થઈ હોવાનું જણાવી રોફ બતાવતા હતા.

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર આવેલ અરીવા વેલનેસ સ્પા એન્ડ હેલ્થ કેરમાં પત્રકારોના નામે તોડ કરવા ગયેલી ટોળકી પોલીસના હાથે ઝડપાઇ છે. જેમાં ગાંધીગ્રામ પોલીસની પૂછપરછમાં આરોપી સુરેશ પાટીયા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે જણાવ્યું હતું કે, તેમણે NN ન્યુઝનું કાર્ડ બરોડાથી મેળવ્યું છે. મનીષ જાદવ નામની વ્યક્તિએ તેમને પત્રકાર તરીકેનું કાર્ડ રૂપિયા 2500 લઈ કાઢી આપ્યું હતું. પોલીસ તો ત્યારે ચોંકી ઉઠી કે, જ્યારે પત્રકાર બનવા માટેની લાયકાતમાં માત્ર ન્યુઝ, સંસ્થા, સ્માર્ટ મોબાઈલ, બાઈક તેમજ વ્હોટ્સએપમાં ન્યૂઝ ગ્રુપ હોવાનું જરૂરી ગણે છે. પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા હતા. જેમાં જયરાજ અને રવિ નામના વ્યક્તિઓ સ્પામાં પ્રવેશે છે, ત્યારે તેમણે નકલી સોનાના ચેઈન પહેર્યા હોય છે. પરંતુ સ્પા કરાવ્યા બાદ પોતે પહેરેલા ચેઈન છુપાવી સ્પાના કર્મીઓ પર ચેઈન ચોરીનો આક્ષેપ કર્યો હતો. જેમાં હાઉસ સ્કિપર સાથે રૂમમાં જઈ તપાસ કરતાં ચેઈન મળી ન હતી. ત્યાર બાદ રવિ અને જયરાજ સ્પામાંથી જતા રહ્યા હતા અને બાદમાં તેઓ કેટલાક મીડિયાના માણસો સાથે સ્પામાં પરત આવી વિડીયો શૂટ પણ કર્યું હતું. તેમજ તમારું સ્પા લીગલ ચાલે છે કે ઈ લીગલ તેમ જણાવી સ્પા ચલાવવા માટેના પૂરતા પ્રમાણમાં કાગળિયા છે કે કેમ તેમ પૂછ્યું હતું. તેઓએ થોડા સમય બાદ પોતાનો કેમેરો બંધ કરી મને કહ્યું હતું કે, આ બધું પતાવું હોય તો દોઢ લાખ રૂપિયા થશે. પરંતુ સ્પા સંચાલકે 10 દિવસના સમયમાં 50% રકમ આપવા જણાવ્યુ હતું, ત્યારે આ કામના આરોપીઓએ કહ્યું હતું કે, રકમ તો તમારે અત્યારે જ આપવી પડશે. નહીં તો તમારા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી તમને ખોટા કેસમાં ફીટ કરી દઇશું. જોકે આ સમયગાળા દરમ્યાન સ્પાના હાઉસસ્કીપિંગના માણસે ગાંધીગ્રામ પોલીસમાં ફોન કર્યો હતો, ત્યારે ગાંધીગ્રામ પોલીસ સમયસર આવી જતા તમામ આરોપીઓને રંગેહાથે ઝડપી લીધા હતા.

Read the Next Article

રાજ્યમાં સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી

રાજ્યમાં સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે.

New Update
varsad

રાજ્યમાં સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે.

જેને લઈને આગામી દિવસોમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

જ્યારે કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. એટલુ જ નહીં 18થી 22 જુલાઈ વચ્ચે થન્ડર સ્ટ્રોમની પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં આગામી થોડા દિવસો સુધી વરસાદની માહોલ રહેશે. હાલમાં વરસાદનું જોર ઘટ્યું છે.  

રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 51.16 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ સિઝનનો 58.46 ટકા, ઉત્તર ગુજરાતમાં સિઝનનો 48.02 ટકા, મધ્ય ગુજરાતમાં સિઝનનો 49.39 ટકા, સૌરાષ્ટ્રમાં સિઝનનો 49.36 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 55.22 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

Latest Stories