/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-209.jpg)
હવે વાત કળીયુગના મામા કંસની. રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધવામા આવી છે કે 20 વર્ષીય મામાએ તેના 14 વર્ષના ભાણેજ સાથે દુષ્કર્મ આચર્યુ છે. પોલીસે ગણતરીની કલાકોમા આરોપી સુનિલની ધરપકડ કરી છે. પોલીસ ઈન્સપેકટર બિયટી.વાઢીયાના જણાવ્યા પ્રમાણે સુનિલ બોટાદનો રહેવાસી છે. તે બે દિવસથી પોતાના બહેનના ઘરે રોકાવા આવ્યો હતો.
ત્યારે વહેલી સવારે તેનો ભાણેજ ફળીયામા સુતો હતો. ત્યારે વહેલી સવારના ચાર વાગ્યે તેને તેના ભાણેજ સાથે સુષ્ટીવિરુધ્ધનુ કૃત્ય આચર્યુ હતુ. જેમા તેનો ભાણેજ ઈજાગ્રસ્ત થતા તેને લોહી લુહાણ વાળી હાલતમા સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડયો હતો. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે પોકસો હેઠળ ગુનો નોંધી સુનિલની ધરપકડ કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.