Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ Phdની વિદ્યાર્થીની સાથે જાતિય સતામણી મામલે પ્રોફેસરને કરાયા સસ્પેન્ડ

રાજકોટઃ Phdની વિદ્યાર્થીની સાથે જાતિય સતામણી મામલે પ્રોફેસરને કરાયા સસ્પેન્ડ
X

યુનિવર્સિટીનાં બાયો સાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલન વિદ્યાર્થીનીને પોતાને તાબે થવા કહ્યું હોવાનો હતો આક્ષેપ.

રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીની જાતીય સતામણી મામલે આજે સિન્ડિકેટની બેઠક યોજાયી હતી. જેમાં પ્રેમના પાઠ ભણાવનાર પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમની ગાઈડશીપ પણ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પ્રોફેસર(ગીધડ ગાઈડ) ના સેક્સ્યુલ હેરેસમેન્ટ મામલો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં પ્રોફેસર નિલેશ પંચાલે પીએચડી કરવું હોય તો મારી ઈચ્છા પૂર્ણ કરવી પડશે તેવું વિદ્યાર્થીનીને કહેતા જાતિય સતામણીનો મામલો સામે આવ્યો હતો. જોકે જાતીય સતામણી મામલે હજુ સુધી ફરિયાદ નોંધવામાં નથી આવી જે અનેક શંકા ઉપજાવે છે.

જોકે આજરોજ મળેલી સિન્ડિકેટની બેઠકમાં પ્રોફેસર નિલેશ પંચાલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. યુનિવર્સિટીનાં બાયો સાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલને સસ્પેન્ડ કરી અને ગાઈડસિપ રદ કરી સાથે જ સિન્ડિકેટ દ્વારા એનટી ચેમ્બર રદ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જમાવ્યું હતું.

Next Story