/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-225.jpg)
રાજકોટ જિલ્લા જેલમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. શ્રાવણ સુદ પૂર્ણિમા નો દિવસ એટલે ભાઈ-બહેન ના અતૂટ સ્નેહ નો પર્વ એટલે રક્ષાબંધન, જેમાં બહેન પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધી આશીર્વાદ આપે છે.
પણ વિપરીત સંજોગો ના કારણે જે ભાઈ જેલવાસ કરી રહ્યાં હોય એ ભાઈ ના બહેનો માટે રાજકોટ જિલ્લા જેલ અને જેલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. જેમાં બહેન રક્ષાબંધન ના દિવસે જેલે આવી ભાઈ ને રાખી બાંધે છે અને તેની લાંબી આયુષ માટે પ્રાર્થના કરે છે. કેમેરામાં કૈદ થયેલા દ્રશ્યમાં જોવા મળે છે કે રાખી બાંધવા આવેલ બહેન ભાઈને જેલ વાસમાં જોઈ રડી પડે છે. સાથે જેલ વાસ કરતો ભાઈ પણ બહેનની આવી સ્થિતિ જોઈ રડી જાય છે.
મીડિયા સાથે વાત કરતા જેલ સુપ્રીટેન્ડેન્ટે જણાવ્યું કે રાજકોટ જિલ્લા જેલમાં કુલ 1750જેટલા કૈદીઓ છે જેમાં 1100થી વધુ કૈદીઓ ની બહેનો પોતાના ભાઈ ને રાખી બાંધવા આવે છે. આ વર્ષે પણ જિલ્લા જેલ દ્વારા આ પર્વની ઉજવણી માટે સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં બહેનો ને પોતાના ભાઈ ને મળવા અને રાખડી બાંધવા પૂરતો સમય મળે.