New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/vlcsnap-2018-09-23-18h30m57s509.png)
પોલીસે કાર મુકી ફરાર થયેલા ચાલકને ઝડપી પાડવા માટે કરેલા ચક્રો ગતિમાન
રાજકોટના રીંગરોડ બેકાબુ બનેલ કારે ત્રણ વાહનને અડફેટે લેતા ત્રણ શખ્સોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. સ્થાનિક પોલીસે ગુનો નોંધી કાર મુકી ફરાર થઈ ગયેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ ગણેશ વિસર્જનને લઈ રસ્તાઓ તેમજ ફુટપાથો પર ગણેશજીના ભકતોનો જમાવડો રહ્યો હતો. રાજકોટના રીંગરોડ પર કાર બેકાબુ બનતા ત્રણ વાહનોને અડફેટે લીધા હતાં અને કાર ફૂટપાથ ઉપર ચઢી જવા પામી હતી. અકસ્માતને પગલે ત્રણ શખ્સોને ઈજા પહોંચતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે કાર મુકી ફરાર થઈ ગયેલા કાર ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Latest Stories