રાજકોટ : સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા હવે ભોજન પીરસવા વપરાશે કેળ અને બદામના પાન

New Update
રાજકોટ :  સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા હવે ભોજન પીરસવા વપરાશે કેળ અને બદામના પાન

પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા આગામી 2જી ઓકટોબર થી સીંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ લાદવામા આવ્યો છે. ત્યારે મુસાફરોને હવે જમવાનું કેળના પાનમાં અને નાસ્તો બદામના પાનમાં પીરસવામાં આવશે. નિહાળો વિશેષ અહેવાલ

ભારતીય રેલ્વે દ્વારા તમામ રેલ્વે સ્ટેશનને પ્લાસ્ટીક મુક્ત બનાવવાનુ અભિયાન હાથ ધરવામા આવ્યું છે. જેના ભાગરૂપે આગામી 2જી ઓકટોબરથી રાજકોટ રેલ્વે ડિવીઝન હેઠળ આવતા સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને દ્વારકા રેલ્વે સ્ટેશન ઉપર 2જી ઓકટોબરથી સીંગલ યુઝ પ્લાસ્ટીકના વપરાશ પર પ્રતિબંધ લાદવામા આવશે.સામાન્ય રીતે રેલવેમાં મુસાફરી દરમિયાન નાસ્તો કરતી વખતે પ્લાસ્ટિકનો મહત્તમ ઉપયોગ થતો હોય છે. ત્યારે પ્લાસ્ટિક ડીશના બદલે કેળના પાનમાં જમવાનું આપવામાં આવશે. આ ઉપરાંત પાણી પીવા માટે પ્લાસ્ટિકની પાણીની બોટલનો ઉપયોગ લોકો વધુમાં વધુ કરતા હોય છે. ત્યારે પીવાના પાણીની બોટલ ના નિકાલ માટે પણ રાજકોટ ડિવીઝન હેઠળના ચાર રેલવે સ્ટેશન પર ક્રશર મશીન મૂકવામાં આવ્યા છે.ભારતીય રેલ્વે સાથે સંકળાયેલાં વેન્ડર્સ તેમજ લોકો પણ પ્લાસ્ટીકના ઉપયોગથી ટેવાયેલા છે. ત્યારે કેળના પાનમા પેકિંગ કરી આપવુ વેન્ડર્સ માટે પણ એક સમસ્યા બની છે. તો બીજી તરફ આટલા મોટા પ્રમાણમા બદામ અને કેળના પાન મળવા પણ મુશકેલ છે. ત્યારે રેલ્વે તંત્ર હાલ શક્ય તેટલો સીંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ રેલ્વે પરીસરમા કરવાનો ટાળવાનો આગ્રહ રાખશે.

Latest Stories