/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-21.jpg)
રાજકોટ સબજેલમાં વિવિધ ગુનાઓમાં સજા કાપી રહેલાં 16 કેદીઓ માટે ગાંધી જયંતિનો દિવસ આશાનું નવું કીરણ લઇને આવ્યો હતો. રાજય સરકારે સારી વર્તણુંક ધરાવતાં કેદીઓને જેલમાંથી મુકિત આપવાનો નિર્ણય લીધો છે. આજે દેશભરમાં આજે મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ ની ઉજવણી કરવામાં આવી રહી છે.
ત્યારે તેમના જન્મજયંતિ નિમિતે દર વર્ષે જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ પૈકી જે કેદીઓ સારી વર્તણુંક ધરાવતા હોઈ છે તેમને સજા માફી આપવામા આવે છે. જે અંતર્ગત તેમને 2જી ઓકટોબરના રોજ મુક્ત કરવામા આવે છે. ત્યારે આજે રાજકોટ સહિત રાજ્યભરની તમામ જેલમાંથી આ પ્રકારના કેદીઓને મુક્ત કરવામા આવ્યા છે. રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે સજા ભોગવી રહેલા 16 જેટલા કેદીઓને તેમના સારા વર્તણુંક અને અન્ય નિયત કરેલા માપદંડો પર ખરા ઉતરતા તેમને સજા માફી આપવામા આવેલ છે. આ કેદીઓ માટે ગાંધી જયંતીનો દિવસ આશાનું નવું કિરણ લઇને આવ્યો હતો.