રાજકોટ : બિલ્ડીંગના 12માં માળેથી યુવકે લગાવી મોતની છલાંગ, ઘટના થઈ CCTVમાં કેદ

0

રાજકોટમાં ફરી એક વખત આપઘાતનો બનાવ સામે આવ્યો છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ અયોધ્યા ચોક પાસે ધ સ્પાયર નામની બિલ્ડિંગના બારમા માળેથી એક યુવકે કૂદકો મારી પોતાનું જીવન ટુંકાવ્યું છે. ત્યારે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થવા પામી છે. ત્યારે આપઘાતના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યા છે.

રાજકોટમાં બનેલી આપઘાતની ઘટનાના વાયરલ થયેલ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કેવી રીતે યુવક બિલ્ડિંગના 12 માળેથી કુદકો લગાવીને આપઘાત કરે છે. આપઘાતના બનાવની જાણ થતાં જ 108 ઈમરજન્સી સેવા અને યુનિવર્સિટી પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે ઘટના સ્થળ પર પહોંચેલ 108ની ટીમ દ્વારા યુવકને મૃત થયેલો જાહેર કરવામાં આવ્યો હતો.

તો ઘટના સ્થળ પર પહોંચેલ યુનિવર્સિટી પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી કરી મૃતદેહને શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. મૃતકે નાઈટ ડ્રેસ પહેર્યો હોવાથી તેની પાસેથી તેની ઓળખ થઇ શકે તે પ્રકારનું કોઈ પણ પુરાવા મળી આવ્યા નથી, ત્યારે મૃતક કોણ છે, શા માટે તે ધ સ્પાયર બિલ્ડીંગમાં આવ્યો હતો અને શા માટે તેને આપઘાત કરવા આજ બિલ્ડીંગ પસંદ કરી તેમજ આપઘાત કરવા પાછળનું કારણ શું છે તે સહિતના પ્રશ્નોના જવાબ હાલ યુનિવર્સિટી પોલીસ દ્વારા મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here