/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-205.jpg)
ગોંડલના ચકચારી વિક્રમસિંહ રાણા હત્યા કેસમા ગોંડલ સેશન્સ કોર્ટ દ્વારા બે આરોપીઓની આજીવન કેદની સજા ફટાકરવામા આવી છે. જ્યારે ૧૧ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામા આવ્યા છે. કોર્ટે આરોપી રામજી મારકણા અને હરેશ ચોથાણીને આજીવન કેદની સજા ફટકારી છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2003મા કરોડોની કિંમતની રાજવાડીના વિવાદ મામલે ગોંડલમા વિક્રમસિંહ રાણાની હત્યા કરવામા આવી જેમા જે તે સમયે ૧૬ આરોપીઓની ધરપકડ કરવામા આવી હતી. બાદમા 3 આરોપીઓની સમયાંતરે મૃત્યુ થવા પામ્યુ હતુ. ત્યારે ૧૩ આરોપીઓ પૈકી બે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાય છે જ્યારે ૧ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામા આવ્યા છે. નામદાર કોર્ટે અત્યાર સુધીમા આ કેસમા ૭૨ જેટલા સાહેદોને ચકાસ્યા છે. જ્યારે ૨૧ સાહેદો હોસ્ટાઈલ જાહેર થયા છે.
જે તે સમયે આ કેસમા વિનુ શિંગાળાનુ નામ પણ ખુલવા પામ્યુ હતુ. જે તે સમયે આ કેસમા કોર્ટમા શરૂ થાય તે દરમિયાન ખુન કા બદલા ખુનની માફક વિનુ શિંગાળાની રાજકોટ સ્થિત તેના નિવાસસ્થાને હત્યા કરવામા આવી હતી.