/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-390.jpg)
હવે વાત સ્માર્ટ સીટી એવા રાજકોટની. રાજકોટ મનપા દ્વારા રાજકોટને ઝીરો વેસ્ટ સીટી બનાવવા તરફ વધુ એક પગલુ ભર્યુ છે. તાજતેરમા જ રાજકોટ મનપાએ નાકરાવાડી ડમ્પીંગ સાઇટનો કચરો દુર કરી તેના સ્થાને હરિયાળુ વન બનાવવાની કવાયત હાથ ધરી છે.
આપ જે દર્શયો જોઈ રહ્યા છો આ દર્શયો છે રાજકોટની ભાગોળે આવેલ નાકરાવાડીના. આ એજ જગ્યાછે કે જ્યા રાજકોટ શહેરનો તમામ ભીનો અને સુકો કચરો એકઠો કરવામા આવે છે. આ જગ્યાએ સૌથી વધુ પ્રદુષણ જોવા મળે છે. તો આ મામલે અનેક વાર આરટીઆઈ પણ દાખલ કરવામા આવી છે. ત્યારે રાજકોટ મનપાએ તાજેતરમા પ્રતિ એક મેટ્રીક ટન કચરો દુર કરવા ખાનગી કંપનીને રુપિયા 224ના ભાવે કોન્ટ્રાકટ આપ્યો છે.મ્યુનિસિપલ કમિશ્નરના જણાવ્યા પ્રમાણે હાલ 16 એકરમાં કચરાનો ઢગ છે. ત્યારે આગામી 300 દિવસમાં આ કામગીરી પુર્ણ કરવામા આવશે. તો સાથે જ આગામી દિવસોમા આજ જગ્યાએ વૃક્ષો વાવી હરીયાળુ વન બનાવાશે.