New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-328.jpg)
રાજકોટના કાલાવાડ રોડ પર લાઇનનો એર વાલ્વ તુટી જતાં લાખો લીટર પાણી વેડફાઇ ગયું હતું. ૧૦ ફૂટ થી ઊંચો ફુવારો ઉડયો હતો.
રાજકોટમાં ફરી એકવાર તંત્રના પાપે લાખો લીટર પાણી નો વેડફાટ થયાનું સામે આવ્યું છે. કાલાવડ રોડ પર આવેલ મનપાના એર વાલ્વમાં પ્રેસર વધી જતાં વાલ્વમાં ભંગાણ પડયું હતું. સ્થાનિકો એ ઘટનાની જાણ કર્યા બાદ એક કલાક બાદ તંત્ર દ્વારા વાલ્વ બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ તે પહેલાં લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો.
ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા જો સમય સુચકતા દાખવી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હોત તો પાણી નો વેડફાટ થતો અટકી શક્યો હોત.
Latest Stories