રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર રૂપાલા સામે તેમના જ અમરેલી જીલ્લામાં વિરોધનો વંટોળ...

રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે તેમના જ અમરેલી જીલ્લામાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે.

New Update
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર રૂપાલા સામે તેમના જ અમરેલી જીલ્લામાં વિરોધનો વંટોળ...

રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે તેમના જ અમરેલી જીલ્લામાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ખાંભા રાજપૂત સમાજ દ્વારા રેલી યોજી મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપી ટીકીટ રદ્દ કરવા અંગે રજૂઆત કરી હતી.

પુરુષોત્તમ રૂપાલાના ગઢ ગણાતા અમરેલી જીલ્લામાં જ હવે રૂપાલા સામે વિરોધનો વંટોળિયો ફૂકાઈ રહ્યો છે. ખાંભા રાજપૂત સમાજના આગેવાનો અને નાગરિકોએ રૂપાલાના વાંધાજનક વાક્યો સામે જોરદાર વિરોધ નોંધાવ્યો છે. ખાંભા રાજપૂત સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ કરાય છે. સમગ્ર નારી જાતિનું અપમાન કરનારા રૂપાલા વિરુદ્ધ ખાંભા સમાજ દ્વારા રેલી કાઢીને મામલતદર કચેરી ખાતે આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ સાથે જ રૂપાલાની ટિકિટ રદ્દ નહીં કરાય તો ભાજપ પક્ષના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ વિરોધમાં સંત સમાજના આગેવાન પણ જોડાયા છે.

Latest Stories