અમદાવાદ બાદ રાજકોટ ખંઢેરી સ્ટેડિયમનું નામ પણ બદલવામાં આવ્યું છે. ખંઢેરી સ્ટેડિયમને હવે નિરંજન શાહ સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે. રાજકોટનું SCA સ્ટેડિયમ હવે નિરંજન શાહ નામથી ઓળખાશે. 1987 માં પેહલી આંતરરાષ્ટ્રિય વન ડે મેચ લાવવામાં નિરંજન શાહની મુખ્ય ભૂમિકા હતી. જેથી ક્રિકેટમાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને ગઈકાલે સૌરાષ્ટ્રને લોર્ડસની યાદ અપાવતું ક્રિકેટ સ્ટેડીયમ બનાવવામાં નિરંજનભાઇ શાહનો સુવર્ણ ફાળો છે. નિરંજન શાહ 2 વખત BCCI ના સેક્રેટરી રહી ચૂક્યા છે. નિરંજન શાહના પ્રયાસોથી રાજકોટનું આ નવું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. અતિ આધુનિક ટેકનોલોજીથી આ સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. નિરંજન શાહના પુત્ર જયદેવ શાહ એસસીએના વર્તમાન પ્રમુખ છે. રેસકોર્ષથી માંડી ખંઢેરી પાસેના ક્રિકેટ સ્ટેડીયમ સુધીની સફરના તેઓ મુખ્ય સારથી બન્યા છે.
અમદાવાદ બાદ હવે રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમનું પણ નામ બદલાયું, SCA સ્ટેડિયમ હવે નિરંજન શાહ સ્ટેડિયમથી ઓળખાશે.....
અમદાવાદ બાદ રાજકોટ ખંઢેરી સ્ટેડિયમનું નામ પણ બદલવામાં આવ્યું છે. ખંઢેરી સ્ટેડિયમને હવે નિરંજન શાહ સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે.
New Update