Connect Gujarat
રાજકોટ 

રાજકોટનું ઋણ ક્યારેય ન પૂરું કરી શકું, જનમ્યો વડનગરમાં પણ રાજકારણના પાઠ રાજકોટમાં ભણ્યો : PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતનાં પ્રવાસે છે ત્યારે આજે રાજકોટ અને મોરબી તથા અન્ય જિલ્લામાં રૂપિયા 6990 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

X

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતનાં પ્રવાસે છે ત્યારે આજે રાજકોટ અને મોરબી તથા અન્ય જિલ્લામાં રૂપિયા 6990 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે.. રાજકોટ જિલ્લાને અમુલ પ્લાન્ટ સહિત કુલ રૂપિયા 4309 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી છે. જ્યારે મોરબી જિલ્લામાં વડાપ્રધાન રૂપિયા 2738 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું

રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દુનિયાની ઉત્તમ ટૅકનિક દ્વારા દેશમાં 6 જગ્યાઓએ મકાનો બનાવવાનું નક્કી કર્યું જેમાં રાજકોટને પસંદ કરવામાં આવ્યું છે એક જમાનો હતો અહીં સાઈકલ પણ નહોતી બનતી પરંતુ મારા શબ્દો લખી રાખો હવે ગુજરાતમાં વિમાન પણ બનશે અને રાજકોટમાં તેના સ્પેરપાર્ટ્સ પણ બનશે - PM મોદી

પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટવાસીઓને કહ્યું આજે તમે મારું જે રીતે સ્વાગત કર્યું છે તે બદલ શત શત પ્રણામ કરું છું. મારા માટે તો રાજકોટ એ પહેલી પાઠશાળા હતી. જેમ મહાત્મા ગાંધીનું સૌભાગ્ય હતું તેમ મારું સૌભાગ્ય રાજકોટ બન્યું. જન્મ્યો વડનગરમાં અને રાજકારણના પાઠ અહીંથી ભણ્યો.

Next Story