/connect-gujarat/media/media_files/2025/05/19/OCgr3AsoUzyJsrxWAmzE.jpg)
રાજકોટમાં 38 બુટલેગરના ઘર પર બુલડોઝર ફેરવી જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. વહેલી સવારે 55 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરાયા છે. જ્યાં લૂંટ અને મારામારી, ચીલઝડપ, રાયોટિંગ, વાહનચોરી, પ્રોહિબિશન સહિતના આરોપીઓએ આ જગ્યાઓ પર કબજો જમાવ્યો હતો.
રાજ્યભરમાં અસામાજિક તત્વોના વધતા ત્રાસ સામે રાજ્ય સરકાર દ્વારા તેમના ગેરકાયદે દબાણો દૂર કરવા પોલીસને સૂચના આપવામાં આવી છે, જે અંતર્ગત રાજકોટ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 38 આરોપીઓ 8થી 10 ગુનામાં સંડોવાયેલા હતા. તેવા 38 આરોપીનું એક લિસ્ટ તૈયાર કરી સરકારી જમીન પર ઉભા કરાયેલા દબાણ દૂર કરાયા છે. હાલમાં કુલ 2610 ચોરસ મીટર જગ્યા પર ડિમોલિશન હાથ ધરાયું છે. આ સાથે જ રાજકોટમાં 6.52 કરોડની કિંમતની જગ્યા પરના દબાણને દૂર કરવામાં આવ્યું છે.