રાજકોટ : ઈંધણ ભરેલા ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં આગ ભભૂકી ઉઠી

રાજકોટ શહેરના કુવાડવા રોડ પર ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ આગ ભભૂકી ઉઠી હતી.

New Update
રાજકોટ : ઈંધણ ભરેલા ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં આગ ભભૂકી ઉઠી

રાજકોટ શહેરના કુવાડવા રોડ પર કુવાડવા પોલીસ સ્ટેશનની નજીક આવેલા સાત હનુમાન પાસે આગજનીનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. ઈંધણ ભરેલા ટેન્કર અને સિમેન્ટ ભરેલા ટ્રક વચ્ચે અકસ્માત થતાં આગ ભભૂકી હતી. જોતજોતામાં બંને વાહનો આગમાં બળીને ખાખ થઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. આગજનીનો બનાવ સામે આવતા લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. ત્યારે તાત્કાલિક અસરથી ફાયરબ્રિગેડને જાણ કરાતાં ફાયર બ્રિગેડ વિભાગનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. તો બીજી તરફ વળવા પોલીસ દ્વારા ટોળાને વિખેરવાની કામગીરી પણ કરવામાં આવી હતી. મનપાના ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. જોકે ઘટનામાં સિમેન્ટ ભરેલા ટ્રકના ચાલક છગનભાઈ મકવાણા નામના વ્યક્તિ દાઝી જતાં તેમને સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ સમગ્ર મામલે કુવાડવા પોલીસ દ્વારા બનાવ સંબંધિત વ્યક્તિઓના નિવેદન નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

Latest Stories