Connect Gujarat
રાજકોટ 

રાજકોટ: PM નરેન્દ્ર મોદીના હસ્તે એઇમ્સ હોસ્પિટલનું કરાશે લોકાર્પણ,1195 કરોડના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ

PM મોદી તા.25મી ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં રૂપિયા 1,195 કરોડ ખર્ચે નવનિર્મિત 250 બેડની એઈમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કરશે.

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.25મી ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં રૂપિયા 1,195 કરોડ ખર્ચે નવનિર્મિત 250 બેડની એઈમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કરશે.

રાજકોટના ખંડેરીમાં 201 એકરના વિશાળ પ્લોટ પર એઈમ્સ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે એઈમ્સ હોસ્પિટલના વિવિધ પ્રકલ્પોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે. આ હોસ્પિટલમાં સુવિધાની વાત કરીએ તો જનરલ મેડિસિન, સર્જરી, ગાયનેકોલોજી, પિડીયાટ્રિક્સ, ENT, જેવા વિભાગોમાં 70 ડોકટરો, 28 રેસિડન્ટ ડોક્ટર, અને 400 નર્સિંગ સ્ટાફ સહિતની ટીમ કાર્યરત રહી સેવા આપશે.આ હોસ્પિટલમાં ચાર ઓપરેશન થિયેટર, બે ICU, 40 ICU બેડ અને પોસ્ટમોર્ટમ માટે ત્રણ રૂમ ઉપલબ્ધ હશે. સાથે જ ગુજરાતની પ્રથમ કોમ્પેક્ટ VDIRL લેબ, એર એમ્બ્યુલન્સ સેવાઓ માટે હેલિપેડનું નિર્માણ કર્યું છે, જે દર્દીઓ માટે સુલભતામાં વધારો કરે છે. વધુમાં, AIIMS એ 40 કિમીની ત્રિજ્યામાં ઇમરજન્સી દવાઓની ડિલિવરી માટે ડ્રોન ઓપરેટર્સ સાથે ભાગીદારી કરી છે, જેની સફળતાપૂર્વક ટ્રાયલ ડિલિવરી પણ પૂરી કરવામાં આવી છે.

આ હોસ્પિટલ 1,58,879 ચોરસ મીટરમાં ફેલાયેલી છે જેમાં 91,950 ચોરસ મીટર બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ હોસ્પિટલમાં 15 થી 20 સુપર-સ્પેશિયાલિસ્ટ વિભાગો, ઇમરજન્સી અને ટ્રોમા સુવિધાઓ, આયુષ અને ICU જેવા વિભાગો ઊભા કરવામાં આવ્યા છે. સાથે જ મેડિકલ અને નર્સિંગ કૉલેજ, હોસ્ટેલ અને ક્વાર્ટરમાં રહેવાની સગવડ પણ ઊભી કરવામાં આવી છે. જેનો લાભ સૌરાષ્ટ્રની સાથે સાથે ગુજરાતવાસીઓને પણ મળશે.

Next Story