Connect Gujarat
રાજકોટ 

રાજકોટ: કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાની જન આશીર્વાદયાત્રાનો પ્રારંભ, કહ્યું પાટીદાર એટલે ભાજપ

કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાની જન આશીર્વાદયાત્રાનો પ્રારંભ, યાત્રાનું ઠેર ઠેર કરાયું ભવ્ય સ્વાગત.

X

કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા દ્વારા આજથી જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે તેઓએ પાટીદાર સમાજ અંગે નિવેદન આપ્યું હતું કે પાટીદાર એટલે ભાજપ. આ નિવેદનના કારણે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

સૌરાષ્ટ્રમાં કેન્દ્રિય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાની જન આર્શિવાદ રેલી દરમિયાન માંડવિયાએ પાટીદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.રાજકોટના અટલ બિહારી ઓડિટોરીયમમાં લેઉવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનો સાથે શુભેચ્છા બેઠક કરી હતી. જેમાં પાટીદાર સમાજના બે નેતાઓને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપીને યોગ્ય પ્રભુત્વ આપ્યું હોવાનું કહ્યું હતું.

મનસુખ માંડવિયાએ કહ્યું હતુ કે પાટીદાર એટલે ભાજપ,ચૂંટણી સમયે પાટીદાર સમાજના વિસ્તારની મતપેટીઓ ખૂલે તેમાં ભાજપને મત મળે છે.પાટીદાર સમાજને યોગ્ય પ્રભુત્વ મોદી સરકારે આપ્યું છે અને દેશના મહત્વના મંત્રાલયો પણ સોંપ્યા છે.મનસુખ માંડવિયાએ પાટીદાર સમાજને અપીલ કરી હતી કે નયા ભારતના નિર્માણમાં પાટીદાર સમાજે મોદી સરકારનો સાથ આપવો જોઇએ.આ અંગે પાટીદાર આગેવાન નરેશ પટેલે જણાવ્યુ હતું કે પાટીદાર સમાજના દીકરા મનસુખ માંડવિયાને કેન્દ્રિય કેબિનેટમાં મહત્વનુ સ્થાન મળ્યું છે એ ખૂબ જ સારી વાત છે જો કે પાટીદાર એટલે ભાજપ મનસુખ માંડવિયાના આ નિવેદન બદલ તેઓએ જણાવ્યુ હતું કે આ મનસુખ માંડવિયાનું અંગત નિવેદન હોય શકે

આ દરમિયાન લેઉવા પટેલ સમાજના અગ્રણી જયેશ રાદડિયા,પરેશ ગજેરા તથા કડવા પટેલ સમાજના જેરામ બાપા, મૌલેશ ઉકાણી ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છેકે વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજયની સૌથી મોટી વોટબેંકને પોતાની તરફ કરવાના પ્રયાસો થઇ રહ્યાં છે. હવે જોવું રહ્યું કે ભાજપની આ રાજકીય ચાલ કેટલા અંશે સફળ રહે છે. અને, નારાજ પાટીદારો ભાજપ તરફ વળે છેકે નહીં ?

Next Story