Connect Gujarat
રાજકોટ 

રાજકોટ : કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ભર્યું નામાંકન, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ રહ્યા ઉપસ્થિત

લોકસભાની ચૂંટણી પ્રક્રિયામાં આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે, ત્યારે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પોતાનું ઉમેદવારી પત્રક નોંધાવ્યું હતું.

X

લોકસભાની ચૂંટણી પ્રક્રિયામાં આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે, ત્યારે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પોતાનું ઉમેદવારી પત્રક નોંધાવ્યું હતું.

લોકસભાની ચૂંટણી પ્રક્રિયામાં આજે ઉમેદવારી નોંધાવવાના આજે છેલ્લા દિવસે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ બપોરે 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સહિતના આગેવાનો અને કાર્યકરો પરેશ ધાનાણી સાથે રહ્યા હતા. ફોર્મ ભરતા પૂર્વે સભા દરમ્યાન કોંગ્રેસના ક્ષત્રિય સમાજની બહેનોએ પરેશ ધાનાણીને રાખડી બાંધી જીત માટેના આશીર્વાદ પાઠવ્યા હતા. આ સમયે લોકોએ ‘જય ભવાની’નો જયઘોષ કર્યો હતો. સભામાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, દીકરીઓની આંખમાં આંસુ જોયા છે, અહંકારી માછલીની આંખ વિંધવા આવ્યો છું, ગુજરાત ભાજપમાં દાવાનળ ચાલી રહ્યો છે. ધાનાણીએ વધુમાં જણાવ્યુ હતું કે, લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં ભાજપે વર્ગવિગ્રહનુ કાવતરું ઘડ્યું છે. કોઈએ કહ્યું કે, દીકરીઓના દામનને દાગ લગાડી ભાજપે મહાભારત બનાવ્યું છે. રાજકોટના હૃદયને જીતવા આવ્યો હોવાની પણ પરેશ ધાનાણીએ વાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રૂપાલા અને ધાનાણી 22 વર્ષ પછી ફરી આમને સામને ચૂંટણી જંગ લડવા જઈ રહ્યા છે, ત્યારે રાજકોટ લોકસભા બેઠક પર રસાકસીભર્યો જંગ જોવા મળશે. તો બીજી તરફ, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પરેશ ધાનાણીએ અણવર બનવાનું કહ્યું હતું. સામાજિક જવાબદારી હોવાથી ચૂંટણી લડવી નથી તેવું કહ્યું હતું. જેથી રાજકોટથી અમારે ધાનાણી જોઈએ તેવો અવાજ ઉઠ્યો. પરંતું બહેનો-દીકરીઓએ અવાજ ઉઠાવ્યો. જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચેના વ્યવહારો પૂર્વજોએ શીખવાડ્યું છે. લગ્ન વખતે પાટીદાર જવતલિયો ભાઈ થાય. જેથી પરેશ ધાનાણીએ કહ્યું, હું રાજકોટથી ચૂંટણી લડવા તૈયાર છું.

Next Story