રાજકોટ : ધોરાજી APMC ખાતે ફરી એકવાર ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ, ખેડૂતોમાં ખુશીનો માહોલ...

રાજકોટ જિલ્લાના ખેતીવાડી બજાર ઉત્પન સમિતિ-ધોરાજી ખાતે આજથી ફરી ટેકાના ભાવે તુવેરના પાકની ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

New Update
  • સરકારનું પ્રધાનમંત્રી અન્નદાતા આવક સુરક્ષા અભિયાન

  • ખેડૂતો પાસેથી ટેકાના ભાવે વિવિધ પાકોની કરાતી ખરીદી

  • ખેતીવાડી બજાર ઉત્પન સમિતિ-ધોરાજી ખાતે થયો પ્રારંભ

  • ફરી એકવાર ટેકાના ભાવે તુવેરના પાકની ખરીદીનો પ્રારંભ

  • ટેકાના ભાવે ખરીદીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

Advertisment

રાજકોટ જિલ્લાના ખેતીવાડી બજાર ઉત્પન સમિતિ-ધોરાજી ખાતે આજથી ફરી ટેકાના ભાવે તુવેરના પાકની ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી અન્નદાતા આવક સુરક્ષા અભિયાન હેઠળ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી કરવામાં આવે છે. તેવામાં રાજ્ય સરકારે તુવેરના પાકની ટેકાના ભાવે ખરીદી કરવાને લઈને નિર્ણય કર્યો છેત્યારે રાજકોટ જિલ્લાના ખેતીવાડી બજાર ઉત્પન સમિતિ-ધોરાજી ખાતે ફરી ટેકાના ભાવે તુવેરના પાકની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં સરકાર દ્વારા તુવેરના 1510 રૂપિયા લેખે ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવી રહી છે. રજિસ્ટ્રેશન થયેલ તમામ ખેડૂતોની તુવેર ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. તો બીજી તરફટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisment
Latest Stories