Connect Gujarat
રાજકોટ 

રાજકોટ : ધોરાજીના ભૂલકાઓ મુશ્કેલીઓ વેઠી અને અભ્યાસ માટે મજબૂર, ભણતર સહિત ભાવિ પણ જોખમમાં મુકાયું

જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓની સ્થિતિ દયનીય છે. જિલ્લાની કુલ 101 સ્કૂલમાં છેલ્લા અઢી વર્ષથી 366 ઓરડાની સત્તાવાર સરકારી ચોપડે ઘટ જોવા મળી રહી છે.

X

રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓની સ્થિતિ દયનીય છે. જિલ્લાની કુલ 101 સ્કૂલમાં છેલ્લા અઢી વર્ષથી 366 ઓરડાની સત્તાવાર સરકારી ચોપડે ઘટ જોવા મળી રહી છે. જરલન બોર્ડમાં વિપક્ષી નેતાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં ચોંકાવનારી વિગતોનો પર્દાફાશ થયો હતો.

ગતિશીલ ગુજરાત અને 'શિક્ષિત ગુજરાત પઢેગા ગુજરાત'ના સરકાર આ સૂત્રો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પોકળ સાબિત થઈ રહ્યા છે. વાત છે. ધોરાજી શહેરની કુંભારવાડા વિસ્તારમાં આવેલી શાળા નંબર 14 ની કે જ્યાં પ્રાથમિક શિક્ષણ મેળવવા માટે ૧૫૨ જેટલા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, પરંતુ આ શાળા કોઈ આધુનિક બિલ્ડિંગમાં નહીં પરંતુ એક કોમર્શિયલ બિલ્ડીંગની દુકાનોમાં ચાલી રહી છે અને આ સરકારી શાળા નંબર 14 છેલ્લા અંદાજિત 56 વર્ષ જેટલા લાંબા સમયથી કોમર્શિયલ બિલ્ડીંગની દુકાનોની અંદરમાં ચાલી રહી છે. અહીંયા ધોરણ 1 થી 8માં 152 જેટલા બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા છે. સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ ઉપર ભાર આપવામાં આવે છે. પરંતુ અહીં સરકારના તમામ દાવા પોકળ સાબિત થતા જોવા મળે છે. અહી બાળકો માટે શોચાલય પણ નથી. જેથી બાળકો જાહેરમાં શોચક્રિયા માટે મજબૂર છે વિદ્યાર્થીઓનું કહેવું છે કે સરકાર જલદીથી જલદી શાળાના નવા બિલ્ડિંગ બનાવવા માટે મંજૂરી આપે.શાળા નંબર 14 ના આચાર્ય એ પણ એ વાતનો સ્વીકાર કર્યોકે શાળા કોમર્શિયલ દુકાનોમાં ચાલી રહી છે જો શાળાને નવું બિલ્ડીંગ મળે તો બાળકો ને વધુ સારો એવો અભ્યાસ આપી શકાય. શિક્ષિત ગુજરાતના ગુણગાન ગાતા ભાજપના સ્થાનિક આગેવાનોને આ બાબતે પૂછતાં તેમને જણાવ્યું હતું કે સાંસદ રમેશ ધડુક દ્વારા આ બાબતે વિદ્યાર્થીઓના હિતને લઈને ગાંધીનગર શિક્ષણ વિભાગમાં રજૂઆત કરેલ છે અને તાત્કાલિક ધોરણે શાળા અને નવું બિલ્ડીંગ મળે તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવેલા છે. ત્યારે ભૂલકાઓનું ભાવિ હજુ કેટલો સમય જોખમમાં રહેશે તે જોવું રહ્યું.

Next Story