Connect Gujarat
રાજકોટ 

રાજકોટ : ગોંડલના ભુણાવા ગામે પાણીની ટાંકીમાં પડી જતા બાળકીનું મોત, પરિવાર શોકમાં ગરકાવ...

7 વર્ષીય દીપિકા વદેસણીયા નજીક રહેલા પાણી ભરેલ ટાંકીમાં પડી જતાં તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું

રાજકોટ : ગોંડલના ભુણાવા ગામે પાણીની ટાંકીમાં પડી જતા બાળકીનું મોત, પરિવાર શોકમાં ગરકાવ...
X

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભુણાવા ગામે શક્તિમાન કારખાનાની પાછળ આવેલ ઓરડીમાં રહેતા શ્રમિક પરિવારની દીકરી રમતા રમતા પાણીની ટાંકીમાં પડી જતા ડૂબી જવાથી તેનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, ગોંડલ તાલુકાના ભુણાવા ગામ પાસે આવેલ વી.જે.કંપનીમાં કામ કરતા અને શક્તિમાન કારખાનાની પાછળ આવેલ ઓરડીમાં ભાડે રહેતા સંજય વદેસણીયાની બન્ને દીકરી દીક્ષા અને દીપિકા ઓરડી પાસે આવેલ ધાબા પાસે રમતી હતી. તે દરમ્યાન 7 વર્ષીય દીપિકા વદેસણીયા નજીક રહેલા પાણી ભરેલ ટાંકીમાં પડી જતાં તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બનાવના પગલે પોલીસે બાળકીના મૃતદેહને પીએમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ, મૃતક બાળકીના પિતા છૂટક મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે આકસ્મિક ઘટનામાં પુત્રીના મોતને લઈને પરિવારજનોમાં શોક વ્યાપી ગયો છે.

Next Story