Connect Gujarat
રાજકોટ 

રાજકોટ: 12 ધોરણ પાસ મહિલા કરતી હતી ગેરકાયદેસર રીતે ગર્ભપાત, પોલીસે ડમી ગ્રાહક બની કૌભાંડનો કર્યો પર્દાફાશ

રાજકોટમાં ગેરકાયદેસર ગર્ભપાતનું કૌભાંડ, ધોરણ 12 પાસ મહિલા કરતી ગર્ભપાત અને ગર્ભ નિરીક્ષણ.

X

રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માત્ર બાર ચોપડી પાસ મહિલા હજાર રૂપિયામાં ગર્ભનું પરીક્ષણ તેમજ વીસ હજાર રૂપિયામાં ગર્ભપાત કરી આપતી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ગ્રાહક મોકલી ગોરખધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

આપણે ત્યાં છેલ્લા કેટલાય વર્ષથી કન્યાના જન્મ દરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આ પાછળનું સૌથી મોટુ કારણ છે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત. રાજકોટ પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા કનૈયા ચોક પાસે આવેલા શિવ પરા વિસ્તારમાં ઓરડીમાં ચાલતું ગર્ભપરીક્ષણ તેમજ ગર્ભપાતના ગોરખધંધાને ઉજાગર કરવામાં આવ્યોછે. શિવપરા વિસ્તારમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ તેમજ ગર્ભપાતનો ગોરખ ધંધો ધમધમી રહ્યો છે.

બાતમીના આધારે મહિલા કોન્સ્ટેબલ ડમી ગ્રાહક બનીને ગર્ભ પરીક્ષણ કરાવવા ગયા હતા. આ દરમિયાન મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને પોલીસની ટીમ દ્વારા સરોજ ડોડીયા નામની મહિલાને રંગેહાથે ઝડપી પાડવામાં આવી હતી. જોકે તેની સાથે રહેલી એક મહિલાકર્મી ત્યાંથી નાસી છૂટી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ દ્વારા ગર્ભ પરીક્ષણ કેન્દ્ર પરથી સોનોગ્રાફી મશીન તેમજ અન્ય સાધનો અને એપલનાં ટેબલેટ સહિતની વસ્તુઓ કબજે કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ માટે સરોજ ડોડીયા અઢાર હજાર રૂપિયા પર આવતી હોવાનું સામે આવ્યું છે.

જ્યારે કે ગર્ભપાત માટે અલગથી 20,000 રૂપિયા ફી થશે તેવો ઉલ્લેખ કરવામાં આવતો હતો. પોલીસે આરોપી સરોજ ડોડીયા અને હેતલબા ઝાલા વિરુદ્ધ ગુનો દાખલ કરી સરોજ ડોડીયાની અટકાયત કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સરોજ ડોડીયા અગાઉ નર્સ તરીકે કામ કરતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાતોરાત પૈસાદાર થવાની લાલચે તે પોતે જ ગર્ભ પરીક્ષણ કરવા લાગી હતી.

Next Story