રાજકોટ : જાહેરમાં દારૂડિયાએ નર્સને પકડી 10થી વધુ તમાચા માર્યા, CCTV વિડિયો સામે આવ્યો...

દારૂના નશામાં ચૂર આધેડ દારૂડિયાએ નર્સને જાહેરમાં પકડી છેડતી કરી રાહદારીઓએ માર મારી આધેડની સાન ઠેકાણે લાવી

New Update
રાજકોટ : જાહેરમાં દારૂડિયાએ નર્સને પકડી 10થી વધુ તમાચા માર્યા, CCTV વિડિયો સામે આવ્યો...

રાજકોટ શહેરમાં આવારા તત્વો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મંગળા રોડ પરથી પસાર થઇ રહેલી હોસ્પિટલની નર્સની દારૂના નશામાં ચૂર એક આધેડે જાહેરમાં છેડતી કરી હતી. નર્સની સાથે અડપલા કરવાનો પણ પ્રયાસ કરતાં નર્સે પ્રતિકારરૂપે આધેડને પણ 3-4 તમાચા ઝીક્યાં હતા. આમ છતાં પણ આધેડે નર્સનો પીછો છોડ્યો ન હતો. બાદમાં લોકોએ એકઠાં થઈ આધેડને પકડી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.

Advertisment W3.CSS

રાહદારીઓએ માર મારી આધેડની સાન ઠેકાણે લાવીઆ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. CCTVમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે, આટઆટલું થયા પછી પણ દારૂના નશામાં ચૂર આધેડે અડપલા કરવાનું ચાલુ રાખ્યું હતું. જેથી રાહદારીઓ નર્સની મદદે આવી ગયા હતા. રાહદારીઓએ દારૂડિયાને લાકડીથી મારી તેની સાન ઠેકાણે લાવી હતી. સમગ્ર મામલે એ' ડિવિઝન પોલીસે વિજય પ્લોટમાં રહેતા 45 વર્ષીય આરોપી ભાવેશ ઝરીયાની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories