Connect Gujarat
રાજકોટ 

રાજકોટ : ખોડલધામ દ્વારા કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરાયું, PM મોદીએ આપી વર્ચ્યુઅલ હાજરી

રાજકોટથી 20 કિલોમીટર દૂર આવેલ અમરેલી ગામ ખાતે 42 એકરથી વધુ જમીન પર કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભૂમિપૂજન કરવામા આવ્યું હતું.

રાજકોટ : ખોડલધામ દ્વારા કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરાયું, PM મોદીએ આપી વર્ચ્યુઅલ હાજરી
X

રાજકોટથી 20 કિલોમીટર દૂર આવેલ અમરેલી ગામ ખાતે 42 એકરથી વધુ જમીન પર કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભૂમિપૂજન કરવામા આવ્યું હતું. જ્યારે નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ હાજરી આપી હતી. તેઓએ ખોડલધામ ટ્રસ્ટ સંચાલિત કેન્સર હોસ્પિટલના નિર્માણને વધાવ્યું હતું, ‘મેઇડ ઈન ઇન્ડિયા’ની જેમ ‘વેડ ઈન ઇન્ડિયા’નો નારો આપ્યો હતો. જ્યારે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ દેશમાં કેન્સરના 80 લાખ લોકોના મૃત્યુ થાય છે ત્યારે લોકોએ વ્યસનથી દૂર રહેવું જોઈએ તેમ જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, મારા માટે સૌભાગ્યની વાત છે કે, ખોડલધામ ટ્રસ્ટે અમરેલીમાં કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજનમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેવાનો મોકો આપ્યો. લેઉવા પટેલ સમાજે 14 વર્ષ પહેલાં ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. શિક્ષણ, કૃષિ, સ્વાસ્થ્યમાં ટ્રસ્ટે કામ કર્યું છે. અમરેલી કેન્સર હોસ્પિટલ સેવાભાવનાની મિશાલ બનશે. કેન્સર જેવી ગંભીર બીમારીનો ઈલાજ ખૂબ જ કઠિન છે. સરકાર દ્વારા દેશમાં 9 વર્ષમાં 30 નવી કેન્સર હોસ્પિટલ નિર્માણ પામી છે જ્યારે વધુ 9 હોસ્પિટલ બનવા જઈ રહ્યા છે.

Next Story