રાજકોટ: પ્રેમલગ્ન કરનાર બહેનનું ભાઈએ કર્યું અપહરણ, 5 આરોપીની ધરપકડ

રક્ષાબંધન પૂર્વે ભાઈ બહેનના સંબંધને લજવતો કિસ્સો, પ્રેમલગ્ન કરનાર બહેનનું ભાઈએ કર્યું અપહરણ.

રાજકોટ: પ્રેમલગ્ન કરનાર બહેનનું ભાઈએ કર્યું અપહરણ, 5 આરોપીની ધરપકડ
New Update

રાજકોટમાં બે દિવસ પૂર્વે એક યુવતીના અપહરણની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી . અપહરણ કરતાં અન્ય કોઈ નહીં પરંતુ યુવતીના સગા ભાઈએ જ તેનું અપહરણ કર્યું હતું. જો કે યુવતીના પતિએ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરતાં પોલીસે તાત્કાલિક ધોરણે યુવતીને છોડાવી તેના પતિને સોંપી હતી તેમજ અપહરણ કરતાં યુવતીના સગા ભાઈ સહિત ચાર શખ્સોની ધરપકડ કરી હતી.

રાજકોટમાં રક્ષાબંધન પૂર્વે જ ભાઈ-બહેનના પવિત્ર સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક સગા ભાઈએ જ તેની પરણિત બહેનનું મિત્રો સાથે મળી તેના ઘરેથી જ વાળ પકડી અપહરણ કર્યું હતું. ગત 16 ઓગસ્ટના રોજ શહેરના રૈયારોડ દ્વારકેશ પાર્ક-7 સનરાઇઝ એપાર્ટમેન્ટ ફલેટ નં. 202માં રહેતાં દિપેશ પંચાસરા નામના યુવાને પોતાની પત્નીને તેનો જ સગો સાળો તેના અન્ય મિત્રો સાથે મળી અપહરણ કરી ગયો હોવાની પોલીસને જાણ કરી હતી.

પોલીસને જાણ કરતાં તાત્કાલિક ધોરણે પોલીસે શહેરમાં નાકાબંધી કરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો પણ બહાર આવ્યા હતા જેમાં સગો ભાઈ પોતાની બહેનને બેરહેમી પૂર્વક ખેંચીને લઈ જતો હોવાનું સ્પષ્ટ નજરે પડ્યું હતું. બાદમાં ગણતરીના સમયેમાં પોલીસે યુવતીને છોડાવી હતી અને અપહરણ કરતાં યુવતીના ભાઈ સહિત ચારેય શખ્સોની ધરપકડ કરી જે કારમાં અપહરણ કર્યું હતું તે કાર કબ્જે કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ફરિયાદી દિપેશ અને યુવતી ઉર્મિલાએ ત્રણ મહિના પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હતા જેથી આ લગ્ન યુવતીના પરિવારને મંજૂરના હોય જેથી તેના સગા ભાઈએ જ અપહરણ કર્યું હોવાનું બહાર આવ્યું હતું.

#Rajkot #Rajkot police #Love Marriage #sister #kidnapped #Brother #Connect Gujarat News
Here are a few more articles:
Read the Next Article