રાજકોટ : વધુ એક યુવાનનું ક્રિકેટ રમતા રમતા મોત, શાસ્ત્રી મેદાનમાં મિત્રો સાથે ક્રિકેટ રમતાં યુવાનને હાર્ટ એટેક આવતા મોત
ક્રિકેટ રમતા લોકો પર કાળ મંડરાઇ રહ્યો હોય તેમ રાજકોટમાં આજે વધુ એક વ્યક્તિનું ક્રિકેટ રમતાં રમતાં હાર્ટએટેક આવતાં મોત નીપજ્યું છે.
BY Connect Gujarat Desk19 March 2023 10:44 AM GMT

X
Connect Gujarat Desk19 March 2023 10:44 AM GMT
ક્રિકેટ રમતા લોકો પર કાળ મંડરાઇ રહ્યો હોય તેમ રાજકોટમાં આજે વધુ એક વ્યક્તિનું ક્રિકેટ રમતાં રમતાં હાર્ટએટેક આવતાં મોત નીપજ્યું છે. શહેરના શાસ્ત્રી મેદાનમાં મિત્રો સાથે ક્રિકેટ રમતા મયૂરભાઈ નટવરભાઈ મકવાણા (ઉં.વ.45)ને અચાનક હાર્ટએટેક આવતાં ઢળી પડ્યા હતા. સાથી મિત્રોએ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યાં હતાં. મયૂરભાઈના મોતથી હોસ્પિટલમાં પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડતો નજરે પડ્યો હતો. મયૂરના પરિવારમાં તેની પત્ની, એક દીકરો અને એક દીકરી છે. મયૂર બે ભાઈમાં મોટો હતો. મયૂરના પિતા ગુજરી ગયાને પણ 42 વર્ષ થયાં છે. મયૂર સોની કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
Next Story