Connect Gujarat
રાજકોટ 

રાજકોટ : પ્રદેશ પ્રમુખ પાટીલનું આકરૂ વલણ , સિન્ડીકેટ સભ્યોમાં પણ હવે No Repeat

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સિન્ડીકેટ સભ્યોની ચુંટણીમાં પણ નો રીપીટની થીયરી અપનાવાશે

X

રાજકોટ શહેર ભાજપમાં ચાલી રહેલાં વિવાદ વચ્ચે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ શહેરની મુલાકાતે આવ્યાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સિન્ડીકેટ સભ્યોની ચુંટણીમાં પણ નો રીપીટની થીયરી અપનાવાશે તેવું નિવેદન આપતાં અનેક મુરતિયાઓના અરમાનો પર પાણી ફરી વળ્યું છે....

રાજકોટ ભાજપમાં જૂથવાદ વચ્ચે સી.આર. પાટીલ સૌપ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવ્યાં છે. થોડા દિવસો પહેલાં ભાજપના સ્નેહમિલન સમારંભમાં પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજયસભાના સાંસદ રામ મોકરીયા વચ્ચે ચકમક ઝરી હતી. રાજકોટ ભાજપમાં ચાલી રહેલાં વિવાદ વચ્ચે સી.આર.પાટીલનું રાજકોટમાં આગમન થયું છે. આ સમયે પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કર્ણાટકના પુર્વ રાજયપાલ વજુભાઇ વાળા જ રાજકોટમાં હાજર નથી. સી.આર.પાટીલનું એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ...

રાજકોટ એરપોર્ટથી તેઓ સરકીટ હાઉસ ખાતે પહોંચ્યાં હતાં. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, અંબરીશ ડેરને મેં આમંત્રણ આપ્યું નથી. અમરીશ ડેર અંગે પાટીલના નિવેદન અંગે તમને વિસ્તારથી જણાવીએ તો થોડા દિવસો પહેલાં આહીર સમાજના એક કાર્યક્રમમાં કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ એક મંચ પર હતાં. જેમાં સી.આર.પાટીલે કહયું લોકો જે રીતે રૂમાલ મુકી જગ્યા રોકે છે તેવી જગ્યા અમરીશ ડેર માટે રાખી છે. મારે તેમને ખખડાવવા પડશે. તેમના નિવેદન બાદ અમરીશ ડેર ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બની હતી..

રાજકોટ ખાતે આવેલાં સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે,પાટીદાર આંદોલનના 78 કેસ પાછા ખેંચાશે, સૌરાષ્ટ્ર યુનિ.માં પેધી ગયેલા સિન્ડિકેટ સભ્યોને હટાવાશે.આ દેશની અંદર લોકોએ જે ખાવું હોય તેની સ્વતંત્રતા છે. લોકો નોન-વેજ પણ ખાઈ શકે છે. પ્રતિબંધિત નથી તે વસ્તુ લોકો વેચી શકે છે.

Next Story