New Update
/connect-gujarat/media/post_banners/7f5371c92fda7788ad37690e392c74e51db839099dc038d7fd6fdf38cb3c3010.jpg)
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સેલ્ફ ડ્રાઈવમાં કાર લઇ બારોબાર કાર વેચી નાખવાના કૌભાંડનો પર્દાફાશ કરી 2 શખ્સોની ધરપકડ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સેલ્ફ ડ્રાઈવમાં કાર આપતા લોકો માટે રાજકોટમાંથી લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં અલગ અલગ લોકો પાસેથી સેલ્ફ ડ્રાઈવમાં કાર લઇ બારોબાર કાર વેચી નાખવાના કૌભાંડનો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમે પર્દાફાશ કર્યો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આકાશ પટેલ ઉર્ફે અક્કી અને ગેર કાયદેસર ધંધા સાથે સંકળાયેલા બિલાલની ધરપકડ કરી મોંઘીદાટ કારો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories