Connect Gujarat
રાજકોટ 

રાજકોટ: હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું કામ આ તારીખે થશે સંપૂર્ણ, PMના હસ્તે થઈ શકે લોકાર્પણ

એપ્રિલ માસમાં કેન્દ્ર સરકારના અધિકારીઓની ટીમ એરપોર્ટની તપાસ અર્થે રાજકોટની મુલાકાત લેશે.

રાજકોટ: હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું કામ આ તારીખે થશે સંપૂર્ણ, PMના હસ્તે થઈ શકે લોકાર્પણ
X

રાજકોટમા આકાર લઈ રહેલા હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હીરાસર એરપોર્ટનું કામ આગામી 30 માર્ચ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યારબાદ એપ્રિલ માસમાં કેન્દ્ર સરકારના અધિકારીઓની ટીમ એરપોર્ટની તપાસ અર્થે રાજકોટની મુલાકાત લેશે. એટલું જ નહીં આગામી એપ્રિલ માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એરપોર્ટનું લોકાર્પણ કરવા માટે આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

જન્માષ્ટમીના તહેવારોમા હીરાસર એરપોર્ટ પરથી મુસાફરીના શ્રી ગણેશ કરવામા આવે તેવી માહિતી સાંપડી રહી છે. જ્યા કેલિબ્રેશન ફલાઈટોનું યોગ્ય નિરીક્ષણ કર્યા બાદ હવે અન્ય મોટા વિમાનો ઉડાન ભરી શકશે.

આપને જણાવી દઈએ કે, વિધાનસભા ચૂંટણી વખતે ઓક્ટોબર- 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિરાસર એરપોર્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. 10 ઓક્ટોબર 2017ના પ્રોજેક્ટને કેન્દ્રના વન અને પર્યાવરણ વિભાગની મંજૂરી મળી ગઈ હતી. આ એરપોર્ટ અંદાજે 1025 એકર જમીન પર આકાર લેશે. 1400 કરોડ રૂપિયા અંદાજિત ખર્ચ છે.

Next Story