Connect Gujarat
રાજકોટ 

રાજકોટ : કાંગશીયાળી ગામે ચેકડેમમાં ડુબવાથી ત્રણ યુવતીના મોત, પાંચ યુવતીઓ ન્હાવા પડી હતી

ચેકડેમમાં ડુબી રહેલી બે યુવતીઓને બચાવી લેવામાં આવી છે જયારે ત્રણ યુવતીઓના જીવ બચાવી શકાયા ન હતાં

X

રાજકોટના ઢોલરા અને કાંગશીયાળા ગામની વચ્ચે આવેલાં ચેકડેમમાં ન્હાવા ગયેલી પાંચ યુવતીઓ પૈકી ત્રણ યુવતીઓનો કાળ સાથે ભેટો થઇ ગયો છે. ચેકડેમમાં ડુબી રહેલી બે યુવતીઓને બચાવી લેવામાં આવી છે જયારે ત્રણ યુવતીઓના જીવ બચાવી શકાયા ન હતાં.

ચોમાસાની શરૂઆત થતાં કુદરતી સૌદર્ય સોળે કલાએ ખીલી ઉઠયું છે. નદીઓ, તળાવો અને ચેકડેમોમાં નવા નીરની આવક થઇ છે તેવા સંજોગોમાં જળાશયોમાં ડુબી જવાથી લોકોના મોત થવાની ઘટનાઓ પણ બની રહી છે. રાજકોટની વાત કરવામાં આવે તો શાપર વેરાવળ નજીક ઢોલરા અને કાંગશીયાળ ગામની વચ્ચે ચેકડેમ આવેલો છે. જેમાં ગત રોજ બપોરના સમયે પાંચ જેટલી યુવતીઓ ન્હાવા માટે ગઇ હતી. ચેકડેમમાં પાણી વધારે હોવાથી કોમલ, સોનલ અને મીઢુર પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી જયારે બે યુવતીઓને બચાવી લેવામાં આવી હતી. સ્થાનિક તરવૈયાઓ અને ફાયરબ્રિગેડની મદદથી ત્રણે યુવતીઓના મૃતદેહ ચેકડેમમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં. ત્રણેય યુવતીના મોતના પગલે દેવીપુજક સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Next Story