-
રાજકોટ શહેરની મેટરનિટી હોસ્પિટલની ચકચારી ઘટના
-
સારવાર માટે આવતી સગર્ભાઓ તથા અન્ય મહિલા દર્દી
-
મહિલા દર્દીઓની શારીરિક તપાસના વિડિયો વાયરલ થયા
-
સમગ્ર મામલે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા વધુ તપાસ શરૂ
-
કોઈપણની સંડોવણી બહાર આવશે તો કાર્યવાહી કરાશે
રાજકોટ શહેરની મેટરનિટી હોસ્પિટલમાંથી મહિલા દર્દીઓની શારીરિક તપાસના વિડિયો વાયરલ સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે તપાસ આરંભી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં સારવાર માટે આવતી સગર્ભાઓ તથા અન્ય મહિલા દર્દીઓની શારીરિક તપાસના વિડિયો છૂપી રીતે શૂટ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેવામાં આવ્યા હતા. આ વીડિયો મેળવનારે યુટ્યૂબ તથા ટેલિગ્રામ પર ચેનલ બનાવીને વીડિયો પોસ્ટ કર્યા હતા.
જેમાં યુટ્યૂબ પર 7 વીડિયો પોસ્ટ કર્યા હતા. તથા વધુ વીડિયો જોવા માટે ટેલિગ્રામ ચેનલની લિન્ક મુકવામાં આવી હતી. જે ટેલિગ્રામ ચેનલ પર મહિલા દર્દીઓના ચેકઅપના 30 જેટલા વિડિયો પોસ્ટ કરાયા હતા. એટલું જ નહીં,
આ વિડિયો ડાઉનલોડ કરવા માટે 8થી 10 હજાર રૂપિયા સુધીની કિંમત નક્કી કરવામાં આવી હતી, જ્યારે 5 લાખથી વધારે લોકોએ મહિલા દર્દીઓના વીડિયો નિહાળ્યા હતા. હોસ્પિટલના સંચાલિકાએ મહિલાઓના ચેકઅપના વિડિયો વાયરલ થવા અંગે જણાવ્યું હતું કે, દોઢથી બે મહિના પહેલા હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં ટેક્નિકલ ક્ષતિ સર્જાઇ હતી. જે બાદ પાસવર્ડ રિસેટ કરવામાં આવ્યા હતા.
આ સમયે CCTV કેમેરાનો કન્ટ્રોલ હેક થયો હોય તેવી પણ તેઓએ આશંકા વ્યક્ત કરી છે. આ સાથે જ હોસ્પિટલના સંચાલકોએ તપાસમાં પોલીસને પૂરો સહયોગ આપીવામાં આવશે તેમ જણાવ્યુ હતું. જોકે, આ ઘટના બહાર આવ્યા બાદ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તમામ હોસ્પિટલમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જો હોસ્પિટલની કોઇપણ વ્યક્તિની સંડોવણી બહાર આવશે તો તેના અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.