રાજકોટ : રીબડા SGVPમાં ગુરુપૂર્ણિમાના કાર્યક્રમની તૈયારી કરતી વખતે ધો.10માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીનું હાર્ટ-એટેકથી મોત

દેવાંશ ભાયાણી સ્ટેજ પર માઈકનું સ્ટેન્ડ મૂકવા જતો હતો ત્યારે જ તેને છાતીમાં અચાનક દુખાવો ઉપડતા ઢળી પડ્યો હતો,

રાજકોટ : રીબડા SGVPમાં ગુરુપૂર્ણિમાના કાર્યક્રમની તૈયારી કરતી વખતે ધો.10માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીનું હાર્ટ-એટેકથી મોત
New Update

રાજકોટ નજીક રીબડામાં સ્વામિનારાયણ ગુરુકુળમાં આજે ગુરુપૂર્ણિમાની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે ગુરુકુળમાં ધો. 10માં અભ્યાસ કરતા ધોરાજીના મૂળ દેવાંશ ભાયાણી સ્ટેજ પર માઈકનું સ્ટેન્ડ મૂકવા જતો હતો ત્યારે જ તેને છાતીમાં અચાનક દુખાવો ઉપડતા ઢળી પડ્યો હતો, આથી ગુરુકુળના વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. દેવાંશને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો, રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબના જણાવ્યા મુજબ, દેવાંશને અગાઉથી જ હૃદયની બીમારી હોઈ શકે છે.

પ્રાથમિક રીતે જોતાં સામાન્ય યુવાનના હૃદય કરતાં બમણું વજન દેવાંશના હૃદયનું જોવા મળ્યો છે. બીમારી અગાઉથી પણ હોઈ શકે છે, પરંતુ આજે અચાનક આવેલા મોતનું કારણ શું છે એ જાણવા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ તેના મોતનું સચોટ કારણ સામે આવી શકે એમ છે.પરંતુ સારવાર મળે એ પહેલાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો. દેવાંશનું હાર્ટ-એટેકથી મોત થયાનું તબીબોએ જણાવ્યું છે. એકના એક પુત્રના મોતથી પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી હતી.

#Rajkot #Rajkot Samachar #rajkot news #gujarati samachar #Student Heart Attack #Gurupurnima #રીબડા SGVP #Ribra SVGP #SVGP Gurulul #Rajkot SVGP #દેવાંશ ભાયાણી
Here are a few more articles:
Read the Next Article