/connect-gujarat/media/post_banners/92d3005309cd69a34a369be683efa652f25e3893f811d699f817792cf97be0c2.jpg)
રાજકોટમાં યોજાનાર વિવિધ વિધાનસભા બેઠકોની ચૂંટણી અંતર્ગત નાયબ ચૂંટણી કમિશ્નરે મતદાન અને મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈ વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરી હતી.
રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ છે ત્યારે આ ચૂંટણી અંગે ભારતીય ચૂંટણી પંચ પણ સક્રિય છે.ચૂંટણી અન્વયે ભારતીય ચૂંટણી પંચ દ્વારા નવી દિલ્હીના નાયબ ચૂંટણી કમિશનર હૃદેશ કુમાર અને પ્રિન્સિપાલ સેક્રેટરી એસ.બી.જોશીએ વિવિધ મતદાન કેન્દ્ર તેમજ કણકોટ ખાતેના સરકારી ઇજનેરી કોલેજ ખાતે નિર્મિત મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી અને સ્થાનીક અધિકારીઓ સાથે ચર્ચા કરી માર્ગદર્શન અને સૂચનો કર્યા હતા.આ મુલાકાતમાં જનરલ ઓબ્ઝર્વર નીલમ મીણા, સુશીલકુમાર પટેલ, પોલીસ ઓબ્ઝર્વર એસ.પરિમાલા, ચૂંટણી ખર્ચ નોડલ અધિકારી દેવ ચૌધરી, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના રિટર્નિંગ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.