Connect Gujarat
રાજકોટ 

"રાણો રાણાની રીતે" ફેમ લોક સાહિત્યકાર દેવાયત ખાવડની મુશ્કેલી વધી, હત્યાના પ્રયાસનો ગુનો દાખલ..!

"રાણો રાણાની રીતે" ફેમ લોક સાહિત્યકાર દેવાયત ખાવડ વિરુદ્ધ રાજકોટ શહેરના એ' ડિવિઝન પોલીસ મથકમાં હત્યાનો પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

X

"રાણો રાણાની રીતે" ફેમ લોક સાહિત્યકાર દેવાયત ખાવડ વિરુદ્ધ રાજકોટ શહેરના એ' ડિવિઝન પોલીસ મથકમાં હત્યાનો પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. દેવાયત ખાવડ સહિત કુલ 3 વ્યક્તિ વિરુદ્ધ આઈપીસીની કલમ 307, 325, 506 (2), 114 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, ગત તા. 7 ડિસેમ્બરના રોજ રાજકોટ શહેરના એ' ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવતા સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેમના હાથ અને પગના ભાગે ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી. પીડિતે સમગ્ર મામલે પોતાના માર મારનાર અન્ય કોઈ નહીં પરંતુ લોક સાહિત્યકાર દેવાયત ખાવડ અને અજાણ્યો ઈસમ હોવાનું જણાવ્યું હતું. મામલાના સીસીટીવી ફૂટેજ પણ ગણતરીના જ કલાકોમાં સોશિયલ મીડિયામાં વાયરલ થવા માંડ્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, દેવાયત ખાવડ જેવી વ્યક્તિ અન્ય એક સાથે નંબર વગરની કારમાંથી ઉતરે છે. તેમજ રસ્તા પર જઈ રહેલા મયુરસિંહ રાણાને બેફામ રીતે માર મારવા માંડે છે.

સમગ્ર મામલે ઇજાગ્રસ્ત મયુર સિંહ રાણાને તાત્કાલિક અસરથી પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ ગુનો નોંધાતા એ' ડિવિઝન પોલીસ દ્વારા દેવાયત ખાવડના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી. પરંતુ દેવાયત ખાવડ પોતાના ઘરે ન હોવાનું હાલ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

Next Story