Connect Gujarat
રાજકોટ 

વડોદરા:યુવતીએ જીવન ટૂંકાવતા પૂર્વે વિડીયોમાં પ્રેમીને કહ્યું હતું "તુમને મેરે સાથ બહુત બુરા કીયા હૈ, તુમમે ઓર સબમે કોઇ ફરક નહિ થા"

વડોદરાની યુવતીએ પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા બાદ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

X

વડોદરાની યુવતીએ પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા બાદ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેને પગલે સમગ્ર પથંકમાં ચકચારી મચી જવા પામી છે. એટલું જ નહીં અમદાવાદની આયેશા જેમ જ આ યુવતીએ પણ આપઘાત પહેલા વીડિયો રેકોર્ડ કર્યો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે.

બે દિવસ પહેલા વડોદરા શહેરના તાંદલજાના નૂરજહાં પાર્કમાં રહેતી 25 વર્ષીય નફીસા ખોખરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. નફીસા અમદાવાદમાં રહેતા રમીઝ નામના યુવકના પ્રેમમાં હતી. અમદાવાદના યુવકના પ્રેમમાં આપઘાત કર્યાના આક્ષેપ પરિજનો દ્વારા કરવામાં આવ્યા છે. પરિવારજનોના જણાવ્યા મુજબ યુવકે લગ્નની લાલચ આપી ત્યારબાદ વિશ્વાસઘાત કરતા નફીસા આઘાતમાં આવી ગઈ હતી. જેથી નફીસાએ ગળેફાંસો ખાઈ જીવનનો અંત લાવી દીધો છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ નફીસાએ અમદાવાદમાં બે વખત આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં નફીસાએ આપઘાત કરતા પહેલા અમદાવાદ રીવર ફ્રન્ટ પર વીડિયો પણ બનાવ્યો હતો. જોકે તેનો આપઘાતનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. અને તે પરત વડોદરા આવી હતી. જ્યાં બે દિવસ અગાઉ નફીસાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે.આ મામલે વિડીયો બહાર આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story
Share it