Connect Gujarat
ગુજરાત

રાજપીપલા કરજણ નદી પર બની રહેલા બ્રિજ પાસે ૬ થી ૭ મજૂરો પાણીમાં ફસાયા

રાજપીપલા કરજણ નદી પર બની રહેલા બ્રિજ પાસે ૬ થી ૭ મજૂરો પાણીમાં ફસાયા
X

રાજપીપલા કરજણ નદી પર બની રહેલા બ્રિજ પાસેની ઘટના ઘટી છે. જ્યાં રાજપીપલા થી રામગઢ નો બ્રિજ બની રહ્યો છે તેના મજૂરો કરજણ નદીમાં અચાનક પાણી છોડવાથી ફસાયા છે. હાલ તેઓ એક જેસીબી ઉપર બેઠા છે ને મદદ ની રાહ જોઈ રહ્યા છે. ત્યારે નાંદોદના પ્રાંત અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે હાલ રેસ્ક્યુ માટે ટિમો મોકલી દેવામાં આવી છે. ગઈકાલે છોડતા આ લોકો ને કઈ જ ખબર ન પડતા ફસાયા હતા.

બ્રિજના મજૂરો નદીકાંઠે ફસાયાની ઘટના થી પ્રાંત અધિકારી પણ સરકારી ઓવારે પહોંચ્યાં હતા. પાણી વધતું જોઈને મજૂરો jcb મશીન પર હાલ તો બેઠા છે.પ્રાંત અધિકારીએ ૬ કે ૭ મજૂરો ફસાયા છેનો ખુલાસો કર્યો છે. જો કે પ્રાંત અધિકારીએ જણાવ્યું કે પોલીસે ચેતવ્યા હતા કદાચ પાછળથી આ લોકો આવી ગયા હશે સામે કાંઠે થી તમામનું રેસ્ક્યુ કરાશે. જો કે નદી કાંઠા વિસ્તારને એલર્ટ અપાયા ના દાવા વચ્ચે ઘટના બનતા તંત્ર ની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થયા છે.

Next Story