Connect Gujarat
Featured

રાજયસભાના સાંસદ અને કોંગ્રેસના ખજાનચી અહમદ પટેલ 71 વર્ષની વયે અલ્લાહની રહેમતમાં પહોંચ્યાં

રાજયસભાના સાંસદ અને કોંગ્રેસના ખજાનચી અહમદ પટેલ 71 વર્ષની વયે અલ્લાહની રહેમતમાં પહોંચ્યાં
X

રાજયસભાના સાંસદ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના ખજાનચી અહમદ પટેલ 71 વર્ષની વયે અલ્લાહની રહેમતમાં પહોંચી ગયાં છે. ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલાં સાંસદ અહમદ પટેલનું આજે વહેલી સવારે 3.30 વાગ્યે નિધન થતાં કોંગી આગેવાનો અને કાર્યકરો શોકમાં ગરકાવ થઇ ગયાં હતાં.

અહમદ પટેલનો જન્મ 21 ઓગસ્ટ 1949 ના રોજ અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામમાં થયો હતો તેમના પિતાનું નામ મોહંમદ પટેલ હતું એહમદ પટેલના પિતા પહેલેથી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલાં હતા અને તેમનો અનુભવ તેમને કામ લાગ્યો અહેમદ પટેલ 2001થી કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજનૈતિક સલાહકાર રહ્યા હતા. તેઓ ગાંધી અને નહેરુ પરિવારની ખૂબ નજીકના સાથી રહ્યા છે.1976થી રાજનૈતિક સફરની કરી હતી શરૂઆતઅહેમદ પટેલના લગ્ન 1976માં મેમૂના અહેમદ સાથે થયા હતા, તેમને બે સંતાનોમાં એક દીકરો અને એક દીકરી છે.

અહેમદ પટેલે તેમની રાજનૈતિક સફરની શરૂઆત 1976 માં ભરૂચ નગરપાલિકાની ચૂંટણીથી કરી હતી. ત્યાર બાદ તેઓ પંચાયતના અધ્યક્ષ બન્યા હતા. પછી તેઓ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા હતા. અહેમદ પટેલ રાજ્ય કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. ઈન્દિરા ગાંધીની ઈમરજન્સી વખતે 1977માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં અહેમદ પટેલે ઝંપલાવ્યું હતું. જેમાં ઈન્દિરા ગાંધી હારી ગયા હતા. જોકે, આ ચૂંટણીમાં અહેમદ પટેલ જીતી ગયા હતા અને તેઓ પહેલીવાર લોકસભામાં સાંસદ બન્યા હતા.

અહેમદ પટેલે આઠ વખત ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ ત્રણ વખત એટલે કે 1977, 1980 અને 1984માં લોકસભાના સાંસદ બન્યા હતા અને પાંચ વખત એટલે કે, 1993, 1999, 2005, 2011 અને 2017માં રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. આ ઉપરાંત હાલમાં તેઓ રાજ્યસભાના સાંસદ પણ હતા. 9 ઓગસ્ટ, 2017ના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં તેઓ ભાજપના ઉમેદવાર બળંવતસિંહ રાજપુતને હરાવીને જીત્યા હતા.

21 ઓગસ્ટ, 2018ના રોજ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ તેમને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ પાર્ટીના ટ્રેઝરર તરીકે નિમ્યા હતા. 2004 અને 2009ની ચૂંટણીમાં કોંગ્રેસને સફળતા મળી હતી, તેનો શ્રેય અહેમદ પટેલને જાય છે. અહેમદ પટેલ કોંગ્રેસ પક્ષમાં અને ખાસ કરીને રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના ખૂબ જ વિશ્વાસુ હતા.

રાજીવ ગાંધીના સમયમાં અહેમદ પટેલનું કદ વધ્યું હતું

કોંગ્રેસમાં અહેમદ પટેલનું કદ 1980 અને 1984ના સમયે વધ્યું, જ્યારે ઈન્દિરા ગાંધીના પછી જવાબદારી સંભાળવા માટે રાજીવ ગાંધીને તૈયાર કરવામાં આવી રહ્યા હતા ત્યારે અહેમદ પટેલ રાજીવ ગાંધીના નજીક આવ્યા. ઈન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધી 1984માં લોકસભાની 400 બેઠકની બહુમતી સાથે સત્તામાં આવ્યા હતા અને પટેલને કોંગ્રેસ સાંસદ હોવા સિવાય પાર્ટીના સંયુક્ત સચિવ બનાવાયા હતા. તેમણે થોડાક સમય માટે સંસદીય સચિવ અને પછી કોંગ્રેસ મહાસચિવ પણ બનાવવામાં આવ્યા હતા.

1991નું વર્ષ અહમદ પટેલ માટે ભારે પડકારજનક રહયું હતું

1991માં જ્યારે નરસિમ્હા રાવ વડાપ્રધાન બન્યા તો અહેમદ પટેલને સાઈડમાં કરી દેવાયા હતા. કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યપદ સિવાયનાં તમામ પદો પરથી અહેમદને હટાવી દેવાયા. એ વખતે ગાંધી પરિવારનો પ્રભાવ પણ ઓછો થયો હતો, એટલા માટે પરિવારોની વફાદાર વ્યક્તિઓએ મુશ્કેલી સામે ઝઝૂમવું પડ્યું હતું. નરસિમ્હા રાવે મંત્રીપદની રજૂઆત કરી તો પટેલે ઠુકરાવી દીધી હતી. તેઓ ગુજરાતથી લોકસભા ચૂંટણી પણ હારી ગયા અને તેમને સરકારી ઘર ખાલી કરવા માટે સતત નોટિસ મળવા લાગી, પણ કોઈની પાસેથી મદદ ન લીધી.

ભારતીય રાજકારણના ચાણકયનું બિરૂદ મળ્યું હતું

મોડી રાત સુધી કામ કરવું અને કોઈપણ કોંગ્રેસી કાર્યકર્તાને કોઈ પણ સમયે ફોન પર કોઈપણ કામ સોંપી દેવું એ પટેલની આદત હતી. કહેવામાં આવે છે કે તેઓ એક મોબાઈલ ફોન હંમેશાં ફ્રી રાખતા હતા, જેની પર માત્ર 10 જનપથથી જ ફોન આવતા હતા. તેઓ એકદમ સ્ટ્રેટેજિક રીતે કામ કરતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પડકારોનો સામનો કરવા માટે પણ નિવેદનબાજી કરવાની જગ્યાએ સ્ટ્રેટેજીથી કામ કરવાની વાત કહેતા હતા.

અહમદ પટેલ તેમના શાયરના અંદાજ માટે એકદમ જાણીતા હતાં

મેરે મુલ્ક મેં એસે ભી ચોર શાતિર હૈ, જો ચોકીદાર બને બેઠે હૈ

उसूलों पे जहाँ आँच आये टकराना ज़रूरी है

जो ज़िन्दा हों तो फिर ज़िन्दा नज़र आना ज़रूरी है

हज़ारों साल नरगिस अपनी बेनूरी पे रोती है

बड़ी मुश्किल से होता है चमन में दीदावर पैदा

मेरा अज़्म इतना बुलंद है कि पराए शोलों का डर नहीं

मुझे ख़ौफ़ आतिश-ए-गुल से है ये कहीं चमन को जला न दे

‘બડે નાદાન હૈ વો જો બુલંદીઓ પર ગુરુર કરતે હૈ હમને ચઢતે સૂરજકો ઢલતે હુએ દેખા હૈ’

નજર નજર મે ઉતરના કમાલ હોતા હે, નફઝ નફઝ મે બિખરના કમાલ હોતા હૈ, બુલંદીયોએ પહોંચના કોઇ કમાલ નહિ, બુલંદીયોઓ પે ઠહરના કમાલ હોતા હૈ…

Next Story