Connect Gujarat
વાનગીઓ 

નવરાત્રીના ઉપવાસ દરમિયાન ટેસ્ટી અને હેલ્ધી સામક ચોખાના પુડલા ખાઓ, આખો દિવસ રહેશે એનર્જી

આ સમયગાળા દરમિયાન ઘણા લોકો ઉપવાસ પણ રાખે છે.

નવરાત્રીના ઉપવાસ દરમિયાન ટેસ્ટી અને હેલ્ધી સામક ચોખાના પુડલા ખાઓ, આખો દિવસ રહેશે એનર્જી
X

ચૈત્ર નવરાત્રીને બસ ગણતરીના દિવસ બાકી છે,આમ જોવા જઈએ 8 એપ્રિલ 2024ના સોમવાર એટ્લે સોમવતી અમાસ અને 9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આ તહેવાર નવ દિવસ સુધી ચાલનારા આ તહેવારમાં લોકો દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરે છે. આ સમયગાળા દરમિયાન ઘણા લોકો ઉપવાસ પણ રાખે છે. જો તમે પણ આ વખતે નવરાત્રીનું વ્રત રાખવાના છો તો આ વખતે તમે સમક ચોખાના પુડલા ટ્રાય કરી શકો છો.

સામગ્રી :-

100 ગ્રામ સમક ચોખા (પલાળેલા), 2 તાજા ટામેટાં, 1 લીલું કેપ્સીકમ, 10 ગ્રામ લીલા મરચા

10 ગ્રામ લીલા ધાણા, 10 ગ્રામ ઝીણું સમારેલું આદુ, 5 ગ્રામ કરી પત્તા, કાળા મરી પાવડર સ્વાદ મુજબ

5 ગ્રામ જીરું પાવડર, 3 ગ્રામ લાલ મરચું પાવડર, 50 મિલી દેશી ઘી/તેલ

બનાવવાની રીત :-

સૌ પ્રથમ એક મિક્સર જારમાં પલાળેલા ચોખા, આદુ, લીલા મરચાં નાખીને પીસીને પેસ્ટ બનાવી લો. હવે જરૂર મુજબ પાણી ઉમેરો. હવે બેટરને એક બાઉલમાં કાઢી લો. તેમાં ઝીણી સમારેલી કોથમીર, જીરું પાવડર, સમારેલા ટામેટા, સમારેલા કેપ્સીકમ અને કઢી પત્તા, લાલ મરચું, મીઠું અને કાળા મરી ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો. ત્યાર પછી એક કડાઈમાં ઘી અથવા તેલ ગરમ કરો અને તેમાં બેટર ઉમેરો અને તેને બંને બાજુથી સોનેરી રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી પકાવો. તો ગરમાગરમ પુડલા સર્વ કરો કઇંક નવું લાગશે.

Eat tasty and healthy Samak Rice Cheela during Navratri fast, you will remain full of energy throughout the day.

Next Story