Connect Gujarat
વાનગીઓ 

નવરાત્રીના ઉપવાસ દરમિયાન ખાઓ આ ફરાળી ભેળ, તો દિવસભર રહેશે એનર્જી...

નવરાત્રી દરમિયાન ઉપવાસનું ઘણું મહત્વ છે.

નવરાત્રીના ઉપવાસ દરમિયાન ખાઓ આ ફરાળી ભેળ, તો દિવસભર રહેશે એનર્જી...
X

આ ચૈત્ર નવરાત્રીનો તહેવાર શરૂ થઈ ગયો છે. આ દિવસોમાં લોકો દેવી દુર્ગાની પૂજા અર્ચના ભક્તિભાવ પૂર્વક કરે છે અને તેમની ભક્તિમાં લીન રહે છે. આ દરમિયાન ઘણા લોકો વ્રત પણ રાખે છે. નવરાત્રી દરમિયાન ઉપવાસનું ઘણું મહત્વ છે. જો તમે પણ આ દિવસોમાં ઉપવાસ કરતા હોવ તો ઉપવાસ દરમિયાન તમે આ ફળથી ભરપૂર ભેળ ખાઈ શકો છો. કારણ કે આ ઉનાળાની ગરમીમાં શરીરમાં એનર્જી રહેવી પણ ખાસ જરૂરી છે, તો ટ્રાય કરો આ સરળ રેસીપી....

સામગ્રી :-

2 કપ મખાના, 2 મધ્યમ બટાકા બાફેલા અને સમારેલા, 1/2 કપ શેકેલી મગફળી,1/2 કપ બટાકાના ટુકડા મીઠાવાળા , 1/2 ચમચી કાળા મરી પાવડર, 1/2 ટીસ્પૂન શેકેલું જીરું પાવડર, સ્વાદ મુજબ રોક મીઠું, ગાર્નિશ માટે 1 ચમચી ઘી, દાડમના દાણા 2 ચમચી, લીલા ધાણા બારીક સમારેલા, 1 લીલું મરચું બારીક સમારેલ

બનાવવાની રીત :-

- સૌ પ્રથમ તમારે મખાનાને તળી લેવાના છે. આ માટે ગેસના ચૂલા પર એક તપેલી મૂકો અને તવાને ગરમ કરો. તેમાં દેશી ઘી ઉમેરો અને તેમાં મખાના ઉમેરો અને તેને ધીમા તાપે સાતળી લો જ્યાં સુધી તે ક્રન્ચી અને લાઈટ બ્રાઉન ન થાય. હવે એક બાઉલ લો અને તેમાં શેકેલા મખાના, બાફેલા બટેટા, બારીક સમારેલા લીલા મરચા, શેકેલા સીંગદાણા, કાળા મરીનો પાવડર, શેકેલા જીરાનો પાવડર, બટાકાના ટુકડા, રોક મીઠું અને લીંબુનો રસ ઉમેરો. ત્યાર બાદ હવે આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. આ પછી તેને દાડમના દાણા અને કોથમીરથી ગાર્નિશ કરી અને સર્વ કરો.

Next Story