નવરાત્રીના ઉપવાસમાં આ પૌષ્ટિક અને સ્વાદથી ભરપૂર લાડુ ખાઈ લો, શરીરને થશે અનેક ગણા ફાયદાઓ, જાણો સંપૂર્ણ રેસેપી...

નવરાત્રીના તહેવાર દરમિયાન લોકો 9 દિવસ સુધી ઉપવાસ કરતાં હોય છે. ઘણા સમય સુધી ભોજન ના લીધા પર ખૂબ જ ભૂખ લાગતી હોય છે.

New Update
નવરાત્રીના ઉપવાસમાં આ પૌષ્ટિક અને સ્વાદથી ભરપૂર લાડુ ખાઈ લો, શરીરને થશે અનેક ગણા ફાયદાઓ, જાણો સંપૂર્ણ રેસેપી...

નવરાત્રીના તહેવાર દરમિયાન લોકો 9 દિવસ સુધી ઉપવાસ કરતાં હોય છે. ઘણા સમય સુધી ભોજન ના લીધા પર ખૂબ જ ભૂખ લાગતી હોય છે. આવી સ્થિતિમાં તમે અંજીરના લાડુ ખાઈ શકો છો. અંજીરના લાડુ જેટલા સ્વાદિષ્ટ છે તેટલા જ પૌષ્ટિક પણ છે. આ લાડુ બનાવવામાં એવિ કોઈ વસ્તુનો ઉપયોગ કરવામાં નથી આવતો કે જે તમે ઉપવાસ દરમિયાન ના ખાઈ શકો. આ બનાવવા એકદમ સરળ છે ચાલો જાણીએ તેને બનાવવાની રીત...

અંજીરના લાડુ બનાવવાની સામગ્રી

· 1 કપ પલાળેલા અંજીર

· ½ કપ ખજૂર

· 2 ચમચી સમારેલી બદામ

· 1 ચમચી તરબૂચના બીજ

· 1 ચમચી ખસખસ

· 2 ચમચી ઘી

· ½ ચમચી એલચી પાવડર

· 1 ચમચી નારિયેળ પાવડર

અંજીરના લાડુ બનાવવાની રીત

· અંજીરના લાડુ બનાવવા માટે સૌ પ્રથમ અંજીરને આખી રાત પાણીમાં પલાયેલા રાખો, ત્યાર બાદ તેમાં ખજૂર ઉમેરીને બ્લેનડરમાં સારી રીતે મિક્સ કરો.

· હવે એક પેનમાં ઘી ગરમ કરો. ગરમ ઘીમાં તરબૂચના બીજ, ખસખસ, સમારેલી બદામ નાખીને 2 મિનિટ સુધી શેકો.

· ત્યાર બાદ અંજીર અને ખજૂરના મિશ્રણમાં આ શેકેલા ડ્રાઈફ્રૂટ્સ નાખો. અને સારી રીતે બ્લેન્ડ કરી લો.

· હવે તેમાં એલચી પાવડર અને નારિયેળનો પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો.

· હવે આ મિશ્રણને ઠંડુ પડવા દો. પછી હથેળી પર ઘી લગાવીને આ મિશ્રણમાંથી નાના નાના લાડુઓ વાળી લો. તમે તેને લાંબા સમય સુધી રાખી શકો છો અને ખાઈ શકો છો.

Latest Stories