Connect Gujarat
વાનગીઓ 

શું તમે જાતે જ ઘરનું બધુ કામ કરો છો તો અપનાવો આ ૧૦ ટ્રીક, જે કરી દેશે તમારું કામ આસાન

શું તમે જાતે જ ઘરનું બધુ કામ કરો છો તો અપનાવો આ ૧૦ ટ્રીક, જે કરી દેશે તમારું કામ આસાન
X

રસોડાનું કામ જોવામાં તો સાવ થોડું જ લાગતું હોય છે. પણ હકીકતમાં ખુબજ મુશ્કેલી ભર્યું હોય છે. તેમાં ઘણો બધો સમય જતો રહેતો હોય છે. એવામાં તમને થોડીક કિચનની ટિપ્સ ખબર પડી જાય તો તમારા માટે ઘણું કામ આસન થઈ જતું હોય છે. તો આવો તમને બતાવીએ આવી જ કઈક કિચન હેક્સ

૧. કુકરના ઢાંકણમાં હવે નહિ ચોંટે દાળ

દાળ બનાવટી વખતે વારંવાર દાળનું પાણી કુકરના ઢાંકણમાંથી બહાર આવતું હોય છે. તો જ્યારે તમે દાળને કુકરમાં બાફવા મૂકો ત્યારે તેમાં સ્ટીલની નાની વાટકી મૂકી દો. જેથી દાળ ઉભરાસે પણ નહીં અને કુકરની સિટી માંથી ખાલી હવા જ બહાર નીકળશે.


૨. સરગવાની શિંગોને લાંબો સમય સાચવી રાખવા માટે અપનાવો આ ટ્રિક

સરગવાની શિંગોને ફોલીને તેના નાના નાના ટુકડા કરી એર ટાઈટ બેગમાં ભરી ફ્રિજરમાં મૂકી દો. આવું કરવાથી સરગવાની શિંગો દોઢ મહિના સુધી સારી રહેશે.


૩. કિચનમાં વપરાતી કાતરની ધાર ઓછી થઇ ગઈ હોય તો અપનાવો આ ટ્રિક

તમે કાતરને મીઠા ભરેલા ડબ્બાની અંદર ૨ થી ૩ મિનિટ ચલાવી લ્યો. જી હા.. સાદું મીઠું જ કામ આવશે. બસ આવું કરવાથી તમારી કાતરની ધાર ઠીક થઇ જશે અને તમારે નવી કાતર લાવવાની જરૂર પણ નહીં પડે.


૪. જો તમે રાજમા પલાળવાનું ભૂલી ગયા હોય તો કરો આ કામ

સૌ પ્રથમ રાજમાને ૩-૪ વાર તાજા પાણીથી સારી રીતે ધોઈ નાખો. પછી રાજમાને કુકરમાં પાણી અને ૧ ચમચી મીઠું નાખી ૧ સિટી થવા દો। પછી કુકરને ઠંડુ પાડવા દો. હવે તેમાં ૧ કપ બરફના ટુકડા નાખી ફરી ગેસ ઉપર ૫ થી ૭ મિનિટ સુધી પકવો.


૫. ચોખા બાફતી વખતે જો પાણી વધી જાય તો શું કરવું?

જો ચોખા બાફતી વખતે પાણી વધી ગયું હોય અથવા તમને ખબર ના પડે કે આ પાણીને કેવી રીતે દૂર કરવું અને ચોખાને તાત્કાલિક ખાવા લાયક કેવી રીતે બનાવવા તો ચોખાને ગેસ પર રાખી તેમાં એક આખી બ્રેડ ઉમેરી દો. પછી ગેસ બંધ કરી બ્રેડને થોડીક વાર એમ જ રહેવા દો. બ્રેડ બધુ પાણી શોષી લેશે.


૬. જો તમારા મીઠું ભરવાના વાસણમાં ભેજ આવી ગયો હોય તો કરો આ કામ

તમારા મીઠું ભરવાના વાસણમાં ભેજ આવી ગ્યો હોય અને મીઠું ભીનું નીકળતું હોય તો તે વાસણ માં થોડા ચોખા એડ કરી દો.


૭. લસણ ફોલવાની સૌથી સહેલી ટ્રિક.

તમારે લસણની કળીઓને થોડી વાર માટે ગરમ પાણીમાં નાખી દેવાની રહેશે. તે દરમિયાન તમે તમારું બીજી કામ પણ કરી શકો છો. પછી તમે લસણ ફોલશો તો ખૂબ જ સરળતાથી તેની ઉપરની છાલ નીકળી જશે.


૮. હવે નહીં બદલે ચટણીનો રંગ

ઘણી વાર એવું થતું હોય છે કે આપણે ચટણી પિસી લઈએ ત્યાર પછી તેનો રંગ કાળો થઈ જતો હોય છે. અને એમાય તમે તેને ફ્રીજમાં મૂકો તો વધુ કાળો કલર થઈ જતો હોય છે. તો આવું ના થાય તે માટે ચટણી પીસતી વખતે તેમાં ૧ ચમચી દહીં નાખી દો આવું કરવાથી ચટણી નો રંગ નહીં બદલે.


૯. સફરજન ના ટુકડા હવે નહિ પડે કાળા

આપણે જ્યારે સફરજનને કાપીને મૂકીએ છીએ ત્યારે થોડી જ વારમાં તેનો રંગ બદલાઈ જતો હોય છે. એવું ના થાય અને સફરજન કાપ્યા પછી પણ લાંબો સમય માટે ફ્રેશ રહે તે માટે થોડુક ઠંડુ પાણી લઈ તેમાં મીઠું અને લીંબુ નાખી તે પાણીમાં સફરજનના ટુકડાને પલાળીને કાઢી લો. આવું કરવાથી સફરજન લાંબો સમય સુધી તાજું રહેશે અને કાળું પણ નહીં પડે.૧૦. રીંગણને ગેસ પર શેકીએ ત્યારે ગેસ બર્નર ખરાબ થઈ જાય છે? તો અપનાવો આ ટ્રિક

જો તમે કોઈ પણ શાકભાજી ટામેટું, રીંગણ, મરચું વગેરે ગેસ ઉપર શેકો છો ત્યારે તેને સીધું ગેસ પર મુક્તા પહેલા તેની પર તેલ લગાવી લો. આવું કરવાથી તેની છાલ પણ આસાનીથી ઉતરી જશે અને ગૅસ બર્નર પણ ખરાબ નહીં થાય.


Next Story