એક વાટકી દહીંના જાણો અનેક ફાયદાઓ, વજન ઘટવાથી લઈને પેટની સમસ્યાઓમાં છે લાભદાયી

જેને કેલ્સિયમની ખામી છે તેને રોજ એક વાટકી દહીં ખાવું જોઈએ. તેનાથી હાડકાં મજબૂત થાય છે અને કેલ્સિયમની ખામી દૂર થાય છે.

New Update
એક વાટકી દહીંના જાણો અનેક ફાયદાઓ, વજન ઘટવાથી લઈને પેટની સમસ્યાઓમાં છે લાભદાયી

કહેવાય છે કે હેલ્ધી લાઈફ માટે રોજ એક વાટકી દહીં ખાવું જરૂરી છે. પણ રોજ વધારે પ્રમાણમા દહીં ખાવાની ભૂલ ના કરવી જોઈએ. દરેક વસ્તુ નો માપમાં ઉપયોગ કરવાથી લાભ થાય છે. તો તમે રોજ એક વાટકી દહીં ખાઓ તે તમારા માટે ફાયદાકારક છે અને હા વાસી દહીં તમારા સ્વાસ્થ્યને નુખસન પહોચાડી શકે છે તેથી તાજું જ દહીં ખાવાનો આગ્રહ રાખવો. જ તમે બપોરના સમયે દહીં ખાવ છો તો તમારી ચયાપચયની ક્રિયા સારી રહે છે અને ખોરાક જલદીથી પચી જાય છે. જો દહીં ખાવાથી તમને શરદી કે ખાંસી થાય તો તમારે તાજું દહીં ખાવું. જયારે તમે દહીંનુ સેવન કરો છો તો ખાસ ધ્યાન રાખવું કે દહીં ને સીધા જ રૂપમાં ખાઓ. તેમાં મીઠું કે ખાંડ નાખવાની ભૂલ ના કરો. મીઠું કે ખાંડ નાખેલુ દહીં તમારી મુશ્કેલીઓ વધારી શકે છે. તો જાણો શું છે દહીં ખાવાના ફાયદા..

દહીં ખાવાના ફાયદા:-

૧. કેલ્સિયમનો બેસ્ટ સોર્સ

જેને કેલ્સિયમની ખામી છે તેને રોજ એક વાટકી દહીં ખાવું જોઈએ. તેનાથી હાડકાં મજબૂત થાય છે અને કેલ્સિયમની ખામી દૂર થાય છે.

૨. દાંત માટે લાભદાયી

દહીંમાં કેલ્સિયમ અને ફૉસ્ફરસનું પ્રમાણ સારું હોય છે. તેનાથી દાંત અને હાડકાં મજબૂત બને છે. આથી રોજે દહીંનું સેવન કરવું લાભદાયી છે.

૩. ઇમ્યુનિટી માટે

દહીં માં પ્રોબાયોટિક્સ જોવા મળે છે. જેનાથી ઇમ્યુનિટી મજબૂત બને છે. સ્ટ્રોંગ ઇમ્યુનિટી માટે રોજ તેનુ સેવન જરૂરી છે.

૪. વાળ માટે

દહીંમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમા હોય છે. તેનાથી વાળ મજબૂત બને છે. જો વાળ નબળા છે તો દહીનું સેવન કરવાથી આ સમસ્યાથી છુટકારો મળશે.

૫. સ્કીન માટે

સ્કીન માટે પ્રોટીન ફાયદાકારક માનવામાં આવે છે. તેના સેવનથી સ્કીન હેલ્ધી બને છે. આ માટે દહીનું સેવન જરૂરી છે.

૬. હાર્ટ માટે

દહીંનું સેવન કરવાથી કોટેસ્ટરોલનું લેવલ મેન્ટેન રહે છે. તેની સાથે બ્લડ પ્રેસર અને હાઇપર ટેન્શન પણ કંટ્રોલમાં રહે છે.

૭. વજન ઘટાડવા માટે

દહીં માં કેલ્સિયમ, વિટામિન બી ૨ , બી ૧૨ , પોટેશિયમ, મેગ્નેસિયમ હોય છે. ટે વેટલોસમાં પણ મદદ કરે છે.  

Latest Stories